Sabarkantha | Gujarat Rain Data: ગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ગુજરાતના માથે આવીને ડિપ્રેશનમાં ફેરવાઈને વધારે મજબૂત બની ગઈ છે. જેના કારણે આજે ગુજરાતના 228 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ થયા હોય, તેમ મોટાભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે.
આજે સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં 118 મિ.મી (4.6 ઈંચ) ખાબક્યો છે. આ સિવાય પાટણના રાધનપુરમાં 92 મિ.મી (3.6 ઈંચ), સાબરકાંઠાના તલોદમાં 79 મિ.મી (3.1 ઈંચ),બનાસકાંઠાના પાલનપુરમાં 77 મિ.મી (3.03 ઈંચ), પાટણમાં 75 મિ.મી (2.9 ઈંચ), મહેસાણાના સતલાસણામાં 72 મિ.મી (2.8 ઈંચ), પાટણના સિદ્ધપુરમાં 70 મિ.મી (2.7 ઈંચ), સાબરકાંઠાના પ્રાંતિજ 69 મિ.મી (2.7 ઈંચ), પાટણના સાંતલપુરમાં 68 મિ.મી (2.6 ઈંચ), અરવલ્લીના બાયડમાં 68 મિ.મી (2.6 ઈંચ) તેમજ બનાસકાંઠાના દાંતા અને મહેસાણાના કડીમાં 62 મિ.મી (2.4 ઈંચ) વરસાદ વરસ્યો છે.
રાતે 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સૌથી વધુ 52 મિ.મી (2.05 ઈંચ), મહેસાણાના સતલાસણામાં 29 મિ.મી, વલસાડના ધરમપુરમાં 22 મિ.મી, પાટણમાં 22 મિ.મી, બનાસકાંઠાના લાખણીમાં 21 મિ.મી, પાટણના ચાણસ્મામાં 20 મિ.મી વરસાદ વરસ્યો છે.
આજે આખા દિવસ દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 195 મિ.મી (7.6 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આમ દિવસ દરમિયાન 77 તાલુકામાં 1 ઈંચથી વધુ, 24 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.