Rajkot: શહેરનાં એરપોર્ટ રોડ પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીનાં આધારે ક્રિકેટ સટ્ટાનુ રેકેટ ચલાવતા આંગડીયા પેઢીનાં માલીકની ધરપકડ કરીને તપાસ કરતા ક્રિકેટ-કેસિનો અને અલગ-અલગ ગેમ્સ પર ચાલતા સટ્ટાનાં રેકેટનો પર્દાફાશ થયો હતો.
ક્રાઇમ બ્રાંચની ટીમે કરેલી તપાસમાં આંગડિયા પેઢીના સંચાલક અને બુકી એવા પડધરીના પરાગ ચંદ્રકાંત ચગનાં મોબાઇલમાથી દેશભરનાં 316 પંટરોનુ મોટુ લિસ્ટ મળી આવ્યુ હતુ. તેમજ માસ્ટર આઇડી આપનાર પુણેનાં બે શખસોનાં નામ પણ ખુલ્યા હતા. આ મામલાની તપાસમા મોટુ સટ્ટાનુ રેકેટ બહાર આવે તેવી શકયતા છે.
ક્રાઇમ બ્રાંચનાં એએસઆઇ ચેતનસિંહ ગોહીલ સાથે હેડ કોન્સ દીપકભાઇ ડાંગર , તથા ઉમેદભાઇને મળેલી બાતમીનાં આધારે એરપોર્ટ રોડ ફાટક પાસેથી રાજકોટનાં ટ્રીનીટી ટાવર ફલેટ નં બી 103માં રહેતા અને આંગડિયા પેઢી ચલાવતા મૂળ પરાગ ચંદ્રકાત ચગની ધરપકડ કરી હતી. જેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો, તે ચેક કરતા તેમાથી અલગ-અલગ આઇડી મળી આવ્યા હતા. જે સટ્ટાનાં આઇડીમાં તપાસ કરતા માસ્ટર આઇડી મારફતે ક્રિકેટ તેમજ કેસીનો સહીતની ગેમ્સ પર સટ્ટાનુ મોટુ રેકેટ ચલાવતો હોવાનુ ખુલ્યુ હતુ.
પોલીસ તપાસ દરમ્યાન અલગ અલગ 316 જેટલા આઇડી મળી આવ્યા હતા, જે 316 પંટરોનુ લીસ્ટ આઇડી સાથે મળી આવતા તે બાબતે પુછપરછ કરતા પરાગે આ માસ્ટર આઇડી પુણેનાં વતની અને હાલ ગોંડલ પાસે આશાપુર ચોકડી નજીક રહેતા પ્રીયાંક વિક્રમ ચંદારાણા અને મુળ પોરબંદરનાં અને હાલ દગડુ શેઠ ગણપતિ મંદિર પાસે રહેતા ભાવેશ દતાણીનુ નામ ખુલ્યુ હતુ.
આરોપી પરેશ ચગ છેલ્લા 6 મહીનાથી આ સટ્ટાનુ નેટવર્ક ચલાવતો હતો અને સ્ટોનએકસ અને રેમોએકસ 247 નામની માસ્ટર આઇડી માથી અલગ અલગ 316 જેટલા પંટરોને આઇડી આપતો હતો અને સટ્ટો રમાડતો હતો. આઇડી બનાવી તેનાં રુપિયામાં ભાગીદારીથી આ સટ્ટાનુ નેટવર્ક ચલાવતા પરાગની ધરપકડ કરી તપાસ કરતા હજુ મોટુ રેકેટ ખુલે તેવી શકયતા છે.