Ambaji Bhadarvi Poonam 2025: શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહા મેળામાં માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે. અંબાજી મેળામાં ૧૦૦૦ થી ૧૨૦૦ ઘાણ જેટલી પ્રસાદ બનાવામાં આવતી હોય છે.
આ મહા મેળો સ્થાનિક આદિવાસી લોકોના રોજગારીનું પણ સાધન છે. અંબાજી પ્રસાદ ઘરમાં સ્થાનિક 700થી પણ વધારે આદિવાસી બાંધવો માઁ અંબાના ધામની પ્રસાદ બનાવીને હોંશે હોંશે વિતરણ પણ કરી રહ્યા છે.
સતત ચાલતી આ પ્રસાદ બનાવવાની પ્રક્રિયા વચ્ચે આદિવાસી બાંધવોમા અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આદિવાસી લોકબોલીમાં ગવાતા માતાજીના લોકગીતો ગાઈને માઁ અંબાની સેવા સાથે ભક્તિમાં જોડાયા છે.

અંબાજી પ્રસાદ ઘરમાં આદિવાસી પુરુષો પરંપરાગત આદિવાસી ગીત ગાઈને પ્રસાદ બનાવી રહ્યા છે જ્યારે મહિલાઓ માતાજીના લોકબોલી ગીત પર ગરબે ઘૂમી રહ્યા છે. શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા, દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે.

મોહનથાળની મીઠાસ અને મહત્વ એવું છે કે, અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુ પોતાના પડોશીઓ અને સગાંસંબંધીઓ માટે મોહનથાળનો પ્રસાદ અવશ્ય ઘરે લઈ જાય છે. પણ શું તમે કદી વિચાર્યું છે કે આ મોહન થાળ કેમ એટલો મીઠો લાગે છે? , કારણ જાણી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો કારણ છે, મોહનથાળ બનવાની પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં જોડાયેલા કારીગરો અને મજૂરોની મહેનત અને તેમની માઁ અંબેની ભક્તિ અને શ્રદ્ધા સાથે લોકસંગીત…