અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024: જાણો અંબાજીમાં યાત્રિકો માટેના વિશ્રામસ્થળ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમો અંગે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 11 Sep 2024 12:04 PM (IST)Updated: Wed, 11 Sep 2024 12:04 PM (IST)
ambaji-bhadarvi-poonam-maha-mela-2024-know-about-pilgrim-rest-stops-cultural-events-and-other-events

Ambaji Bhadarvi Poonam Maha Mela 2024, અંબાજી ભાદરવી પૂનમ મેળો: આવતીકાલે 12 સપ્ટેમ્બરથી અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024નો પ્રારંભ થઇ રહ્યો છે. 18 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળામાં મોટી સંખ્યામાં માઇભક્તો રાજ્યભરમાંથી આવતા હોય છે. પદયાત્રા સંઘ અંબાજી આવવા માટે નીકળ્યા છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે આવતા યાત્રિકો માટેના વિશ્રામ સ્થળ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અન્ય કાર્યક્રમો અંગેની વિગતો અહીં આપવામાં આવી છે.

મેળા દરમિયાન હંગામી વિશ્રામ સ્થળ

અંબાજીથી હડાદ રોડ ઉપર

  • કામાક્ષી મંદિર સંકુલ અંદર
  • કામાક્ષી મંદિરની બહાર
  • કામાક્ષી સામે ભા.પૂ. મેળા ઓફીસની બાજુમાં પ્રાઈવેટ પ્લોટમાં
  • અંબાજીથી 12 કી.મી. દૂર (રાણપુર ઘાટી )
  • હડાદ પોલીસ સ્ટેશનની બાજુમાં

અંબાજીથી દાંતા રોડ ઉપર

  • વ્યંકટેશ માર્બલની બાજુમાં
  • મીનરલ વોટર પ્લાન્ટની આગળ (પાન્છા)
  • આદર્શ નિવાસી શાળા, દાંતા

અંબાજી ગામમા હંગામી મંડપ

  • પોલીસ સ્ટેશનની બાજુમાં સંસ્કૃત પાઠશાળાના મેદાનમાં
  • અંબિકા ભોજનાલય પાસેના પ્લોટમાં, સર્વે નં-90 -મલ્ટી પરપજ ડોમ
  • જન સુવિધા સંકુલના આગળના ભાગે હરણેશ્વર મંદિરની બાજુમાં
  • બસ સ્ટેશનની અંદર મલ્ટી પરપજ ડોમ

અંબાજીથી ગબ્બર રોડ હંગામી મંડપ

  • ગબ્બર કેન્ટીનની બાજુમાં (પગરખા કેન્દ્ર અને લગેજ કેન્દ્ર માટે )
  • ગબ્બર ચઢવાના પગથિયાની બાજુમા પાર્કિંગ નં.-1
  • વનકવય (ફોરેસ્ટ)ની આગળ
  • આપેશ્વર મહાદેવ મંદિરની સામે

કાયમી યાત્રિક શેડની માહિતી

  • ટીંબાચુડી(છાપીથી મગરવાડા માર્ગ પર)
  • ભાગળપીપળી (પાલનપુરથી ધાણધા માર્ગ પર )
  • જલોત્રા (પાલનપુર- અંબાજી માર્ગ પર)
  • મેરવાડા (પાલનપુર-અંબાજી માર્ગ પર)
  • ભાલુસણા (સિધ્ધપુર-અંબાજી માર્ગ પર)
  • આંબાઘાટા (સતલાસણા-અંબાજી માર્ગ પર )
  • નવાવાસ (સતલાસણા-અંબાજી માર્ગ પર)
  • દાંતા મુકામે પી.ડબલ્યુ.ડી.ના વિશ્રામગૃહ પાસે (દાંતાથી અંબાજી માર્ગ પર )
  • વસી રપટ (દાંતાથી અંબાજી માર્ગ પર)
  • ત્રિશુળીયાઘાટ મંદિરની બંને બાજુ (દાંતાથી અંબાજી માર્ગ પર )
  • બાવળકાંઠીયા (ખેડબ્રહ્માથી અંબાજી માર્ગ પર)
  • માંકણચંપા મુકામે(ખેડબ્રહ્માથી અંબાજી માર્ગ પર)
  • આપેશ્વર મહાદેવ મંદિર સામે (અંબાજીથી ગબ્બર માર્ગ પર)

સાંસ્કૃતિક કાર્યક્રમ

  • ડી.કે. ત્રિવેદી બંગ્લોઝની સામે
  • રબારી સમાજ ધર્મશાળા સામે, ખેડબ્રહ્મા રોડ, અંબાજી
  • 15થી 17 સપ્ટેમ્બર, 2024
  • સમયઃ બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી

લાઈટ એન્ડ સાઉન્ડ શો

  • ભાદરવી પૂનમ દરમ્યાન ગબ્બર ખાતે ત્રણવાર લાઈટ એન્ડ સાઉન્ડ શો
  • પ્રથમ શો : રાત્રે 7.30 થી 8:15 (આરતી સાથે)
  • દ્વિતીય શો : રાત્રે 8:45 થી 9:10
  • તૃતિય શો: રાત્રે 9:45 થી 10:10