Ambaji Bhadarvi Poonam Melo 2024, ભાદરવી પૂનમ મેળો: આગામી 12 સપ્ટેમ્બરથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાનારો છે. મોટાભાગના પગપાળા સંઘ અને પદયાત્રીઓએ અંબાજી તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ માઇભક્તોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે એ માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. યાત્રિકો માટે જરૂરી માહિતી મળી રહે એ માટે ક્યૂઆર કોડની પણ સુવિધા ઉભી કરાઈ છે. ત્યારે ચાલો જાણીએ કે મેળા દરમિયાન દર્શનની શું વ્યવસ્થા છે. પ્રસાદની શું વ્યવસ્થા છે અને ક્યાં પ્રાથમિક આરોગ્ય સુવિધા ઉભી કરાઈ છે.
દર્શન વ્યવસ્થા
- બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલીંગ.
- યાત્રાળુઓની લાઈનમાં પીવાના પાણીની વ્યવસ્થા.
- બહાર નિકળવાના માર્ગ : શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાજા, હવનશાળાની બાજુનો ગેટ 7 A, ભૈરવજી મંદિર તરફનો ગેટ નં.- 8.
- ગેટ દ્વાર નં-7થી અંબાજી ગ્રામજનો, ફરજ ઉપરનો સ્ટાફ તથા પાસ ઈશ્યૂ કરેલ વ્યક્તિઓને પ્રવેશ.
- ભૈરવજી ગેટ ધ્વાર નં.-9થી પાવડી પૂજાના બ્રાહ્મણો તથા સ્ટાફ પ્રવેશ.
- દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલચેરવાળા, સીનીયર સીટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લેવાની વ્યવસ્થા.
- દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન, ઈ-રીક્ષાની વિશેષ સુવિધા.
- ઈમરજન્સી એકઝીટ માટે માન સરોવર ગેટ નં.6 અને વી.વી.આઈ.પી. ગેટ નં.5.
પ્રસાદ કેન્દ્રોના લોકેશન
- મુખ્ય પ્રસાદ કેન્દ્ર (મંદિર સંકુલ) એચ.ડી.એફ.સી બેંક - 4
- ગણપતિ મંદિર (મંદિર સંકુલ)-2
- હવનશાળા આગળ (મંદિર સંકુલ)- 2
- છ નંબર ગેટ પાસે (મંદિર સંકુલ). 1
- ગબ્બર તળેટી (મંદિર સંકુલ)- 1
- હવનશાળા આગળ યુનિયન બેંક-1
- હવનશાળા આગળ બેંક ઓફ બરોડા - 1
- શક્તિદ્વાર પાર્કિંગ - એચ.ડી.એફ.સી બેંક - 1
- ચીકકી પ્રસાદ (મંદિર સંકુલ) - 1
પબ્લીક એડ્રેસ અને સાઉન્ડ સીસ્ટમ
- અંબાજી મંદિર સંકુલમાં કન્ટ્રોલરૂમ ખાતે
- મંદિર પરિસરથી બસ સ્ટેન્ડ સુધી
- ગબ્બર ખાતે કન્ટ્રોલરૂમ
- તમામ હંગામી પાર્કિંગોમાં
- બે હંગામી ભોજનાલયોમાં (દિવાળીબા ગુરૂ ભવન અને ગબ્બર તળેટી)
- હંગામી પાર્કિંગ પ્લોટમાં
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
- મંદિર સંકુલ, શ્રી 51 શક્તિપીઠ સર્કલ, ગબ્બર તળેટી-ઉતરવાના પગથિયા-પરિક્રમા ખાતે
લગેજ પગરખા કેન્દ્ર
- યાત્રિક મુખ્ય પ્રવેશ ડોમ (એસ.ટી. સ્ટેન્ડ સંકુલ) ખાતે
- ગબ્બર તળેટી ખાતે
