Ambaji Bhadarvi Poonam Melo 2024, અંબાજી ભાદરવી પૂનમ મેળો: યાત્રાધામ અંબાજીમાં 12 થી 18 મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે. અંબાજી ખાતે યોજાનારા આ મેળાનું રાજ્યભરના માઇભક્તોમાં અનેરું મહત્વ હોય છે. રાજ્યના ખૂણે-ખૂણેથી માઇભક્તો પગપાળા ચાલીને અંબાજી આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓને કોઇ અવગડતા ન મળે એ માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ કે મેળા દરમિયાન ક્યાં કરાઇ છે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા અને ક્યાં તમે વાહન પાર્ક કરી શકશો.
નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા
યાત્રિકો માટે અંબાજી ખાતે 3 જગ્યાએ વિનામુલ્યે ભોજન સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં શ્રી અંબિકા ભોજનલાય, અંબાજી, દિવાળીબા ગુરુભવન, દાંતા રોડ,અંબાજી અને ગબ્બર તળેટી, ગબ્બર ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ પાર્કિંગથી વિનામૂલ્યે મીની બસ ફેરી સેવા હશે. આ સેવા દાંતા રોડ પર પાંછા બસ સ્ટેન્ડ પાસેના પાર્કિંગથી દર્શન પથ સુધી અને હડાદ રોડ પર ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શન પથ સુધીની હશે.
અહીં કરી શકશો પાર્કિંગ
