Mumbai-Ahmedabad Bullet Train Project: અમદાવાદ અને મુંબઇ વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરીડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને આગામી 2026 સુધીમાં બીલમીરા અને સુરત વચ્ચે ટ્રાયલ રન કરવાની પણ યોજના છે. ત્યારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે - 48 પર 260 મીટર લાંબા PSC બ્રિજનું બાંધકામ 18 ઓગસ્ટ 2024ના રોજ પૂર્ણ થયું છે.
60 મીટર લાંબા PSC બ્રિજનું બાંધકામ પૂર્ણ
- ગુજરાતના નવસારી જિલ્લાના આમદપુર ગામમાં દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 (ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને) પરથી પસાર થતી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું વાયડક્ટ
- આ 260 મીટર લાંબો બ્રિજ એસબીએસ (સ્પાન બાય સ્પાન) પદ્ધતિથી હાઇવે પર પૂર્ણ થયેલો પહેલો પીએસસી બેલેન્સ્ડ કેન્ટીલીવર બ્રિજ છે
- પુલમાં 104 સેગમેન્ટ છે જેમાં 50 + 80 + 80 + 50 મીટરના ચાર સ્પાન્સનો સમાવેશ થાય છે.
- આ પુલ સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે.
- NH 48 એ દેશના સૌથી વ્યસ્ત હાઈવે પૈકીનો એક છે, તેથી હાઈવે પર લોન્ચિંગ સાવચેતીપૂર્વકના આયોજન અને અમલીકરણની ચોકસાઈ સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ચાર નદીઓ પર પુલ બનવાની કામગીરી ચાલી રહી છે. નવસારી જિલ્લામાં પૂર્ણ,અંબિકા,ઔરંગા અને હિંડોળા નદી પર ઓવરબ્રિજ બની રહ્યો છે. ખેતર કે સીધા રોડ પર પુલ બનાવવાની કામગીરી જેટલી સરળ છે તે તેની સામે નદી ઉપર પુલ બનાવવું એ સમય માંગી લેતી પ્રક્રિયા છે જેની માહિતી હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
MAHSR કોરિડોર પર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત કુલ 24 નદી પુલ છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પરનો 1.2 કિમી લાંબો નદી પુલ ગુજરાતમાં બાંધવામાં આવેલો સૌથી લાંબો પુલ છે.
