Mumbai-Ahmedabad Bullet Train Project: વડોદરા પાસે ફ્લાય ઓવર પર નિર્માણ પામ્યો બુલેટ ટ્રેનનો 40 મીટર લાંબો બ્રીજ, જાણો ઉંચાઈ સહિતની વિશેષતા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 26 Jul 2024 11:35 AM (IST)Updated: Fri, 26 Jul 2024 11:42 AM (IST)
mumbai-ahmedabad-bullet-train-project-update-a-40-meter-long-bridge-over-gorwa-madhunagar-flyover-at-vadodara-has-been-completed-on-23rd-july-2024

Mumbai-Ahmedabad Bullet Train Project Update: અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પુરજોશ ગતિએ આગળ વધી રહ્યો છે. બુલેટ ટ્રેન કોરિડોરના ડેવલોપમેન્ટની નવી નવી વિગતો સમયાંતરે સામે આવી રહી છે. ત્યારે વડોદરા નજીક ફ્લાય ઓવર પર 40 મીટર લાંબા બ્રીજના નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે જાણો બ્રીજની લંબાઈ સહિતની વિશેષતાઓ અંગે.

ગોરવા-મહુઘાનગર ફલાયઓવર પર બનાવાયો બ્રીજ
વડોદરાથી 4 કિ.મી. દૂર અમદાવાદ તરફ ગોરવા-મહુઘાનગર ફલાયઓવર પર અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ કોરિડોર(બુલેટ ટ્રેન)ના બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોરિડોરનું વાયડક્ટ ફ્લાયઓવર પરથી પસાર થાય છે. ફ્લાય ઓવર પરથી પસાર થતાં વાહન ચાલકો અને બ્રીજ નિર્માણમાં જોડાયેલા કર્મીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10 દિવસના બ્લોકની અંદર આ બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

naidunia_image

23 જુલાઈના રોજ ફ્લાયઓવર પર બ્રીજ નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. ફ્લાયઓવર પર વાયડક્ટ લોન્ચિંગની પ્રક્રિયા વડોદરા શહેર પોલીસની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન સુરક્ષાના ભાગરૂપે હાર્ડ બેરિકેડિંગ, ટ્રાફિક ડાયવર્ઝન સાઇન, રૂટ ડાયવર્ઝન સૂચના, પૂરતી માત્રા ટ્રાફિક માર્શલ અને રાત્રી દરમિયાન લાઇટિંગ સહિતની વ્યવસ્થા કરાઈ હતી.

બ્રીજની વિશેષતા

  • સ્પાનની લંબાઈ – 40 મીટર
  • ખંડોની સંખ્યા - 17
  • થાંભલાની ઊંચાઈ - 18 મીટર
  • કુલ સ્પાનનું વજનઃ 1078 મેટ્રિક ટન
  • ફ્લાયઓવરથી ઊંચાઈઃ 8.7 મીટર
  • ફ્લાયઓવરની પહોળાઈ - 16 મીટર