Valinath Mahadev Temple: વાળીનાથ શિવધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આજે માયાભાઇ આહિર અને કીર્તિદાન ગઢવી બોલવાશે રમઝટ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 21 Feb 2024 11:48 AM (IST)Updated: Thu, 22 Feb 2024 12:31 PM (IST)
valinath-mahadev-temple-pran-pratishtha-mohotsav-mayabhai-ahir-and-kirtidan-gadhvi-will-attend-today

Valinath Mahadev Mandir: મહેસાણા જિલ્લાના વિસનગરના તરભમાં આવેલા વાળીનાથ ધામમાં નિર્માણ પામેલા શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. 22 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ રાત્રે લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે 21 ફેબ્રુઆરીના રોજ વાળીનાથધામ ખાતે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરનો લોકડાયરો યોજાવાનો છે.

21 ફેબ્રુઆરીએ રાત્રે 9 વાગ્યે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, વાઘજીભાઈ રબારી સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે. સંપૂર્ણ કાર્યક્રમના સંયોજક ગમન સાંથલ(ભુવાજી), બળદેવ ચરકટા, રાજન રાયકા, ધવલ મોટણ અને લખાભાઈ છે. આ ડાયરોનું લાઇવ પ્રસારણ વાળીનાથની ઓફિશિયલ ચેનલ પર કરવામાં આવશે.

વાળીનાથ ધામમાં નિર્માણ પામેલા શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી યોજાનારો છે. આ મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાળીનાથ ધામ આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.