Kirtidan Gadhvi: પાલનપુરના ડાયરામાં કીર્તિદાન ગઢવી પર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ, જુઓ વીડિયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Mar 2023 05:49 PM (IST)Updated: Thu, 30 Mar 2023 05:49 PM (IST)
people-showered-gold-silver-on-singer-kirtidan-gadhvi-lok-dayro-in-palanpur

પાલનપુર.
Kirtidan Gadhvi Lok Dayro: ગુજરાતી લોકગાયક કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi) ફરીથી એક વખત ચર્ચામાં છે. મોટાભાગે તમે કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં તેમના પર રૂપિયાની નોટો અને ડોલરોનો વરસાદ થતો જ જોયો હશે. જો કે પાલનપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી પર પૈસાની નોટોની સાથે-સાથે સોના-ચાંદીના સિક્કાઓનો પર વરસાદ થયો હતો.

હકીકતમાં પાલનપુર ખાતે જલારામ બાપાના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉર્વશી રાદડિયા, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોએ પરફોર્મ કર્યું હતુ. આ દરમિયાન જ્યારે કીર્તિદાન ગઢવીએ ભજનની રમઝટ બોલાવી રહ્યા હતા, ત્યારે એક શખ્સ તેમના પર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે કીર્તિદાન ગઢવી હે હું ય જાણું, તું ય જાણે…જાણે જગત નો નાથ રે..ગીત ગાઈ રહ્યાં છે, ત્યારે એક જલારામ ભક્ત નાના બાળક સાથે સ્ટેજ પર આવે છે અને કીર્તિદાન ગઢવી પર સોના-ચાંદીના સિક્કા ઉછાળે છે. ખુદ કીર્તિદાન ગઢવી પણ ગાતા-ગાતા સોના-ચાંદીના સિક્કાના વરસાદને ઐતિહાસિક ગણાવી રહ્યાં છે.