લોકલ ડેસ્કઃ વલસાડમાં ગઈકાલે રાત્રે યોજાયેલાં ડાયરામાં લોકગાયક કીર્તિદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ થયો હતો. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જ્યારે કીર્તિદાન ગઢવી 'રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા…' ગીત ગાતા લોકોએ 10, 20, 50, 100 અને 500ની નોટનો વરસાદ કર્યો હતો.
ગયા વર્ષે કીર્તિદાનના ડાયરામાં 50 લાખ રૂપિયાની ઘોર થઈ હતી
ગયા વર્ષે નવસારીના સુપા ગામમાં યોજાયેલાં ડાયરામાં ગાયક કીર્તિદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ થયો હતો. એક રિપોર્ટ મુજબ કીર્તિદાન ગઢવી પર લગભગ 50 લાખથી વધુ રૂપિયાનો વરસાદ થયો હતો.
આ કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદર નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આંખની નવી હોસ્પિટલના ઉદ્ઘાટન કરાવ્યું હતું. આ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરાયું હતું. જે બાદ લોકો કીર્તિદાનના ભજન પર મંત્રમુગ્ધ થઈ ગયા હતાં.
આ પછી કીર્તિદાન ગઢવી પર 10, 20, 50, 100 અને 500 રૂપિયાની નોટનો વરસાદ થયો હતો. નોટનો વરસાદ કરનારામાં બાળકો અને મહિલાઓ સાથે યુવાઓ પણ સામેલ હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન લોકોએ 50 લાખથી વધુ રૂપિયાનો વરસાદ થયો હતો.
