વડાપ્રધાન મોદી આવશે ગુજરાતઃ વિસનગરના વાળીનાથ ધામ ખાતે નવનિર્મિત મંદિરમાં શિવલિગની પ્રાણ પ્રતિષ્ઠા કરશે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 05 Feb 2024 04:31 PM (IST)Updated: Thu, 22 Feb 2024 01:06 PM (IST)
pm-narendra-modi-will-visit-gujarat-and-attend-valinath-newly-built-temple-pran-pratishtha-mahotsav

Mehsana News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. વિસનગરના તરભમાં વાળીનાથ ધામ ખાતે નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ બપોરે 11 વાગ્યે ઉપસ્થિત રહેશે. તેના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મહોત્સવમાં સંતો-મહંતો તથા રાજકીય અને સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. તેમજ સવારે શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

naidunia_image

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બપોરના સમયે રાજકીય આગેવાનોનું ઉદબોધન અને સન્માન સમારો થશે. સાંજના સમયે ચારેય દિશાઓના શંકરાચાર્યો દ્વારા અલગ-અલગ દિવસે ઉદબોધન આપવામાં આવશે. આ ઉપરાંત જાણીતા મોટીવેશનલ સ્પીકર દ્વારા સ્પીચ આપવામાં આવશે. રાત્રીના સમયે લોકડાયરો અને સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.