Valinath Dham Tarabh: વિસનગરમાં તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે તરભના વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન રાજ્ય અને બહારથી મોટી સંખ્યામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
મહત્વનું છે કે, વિસનગરના તરભ ખાતે રાજ્યનું બીજું સૌથી મોટું મહાદેવ મંદિર વાળીનાથ મહાદેવ છે. નિર્માણ પામનાર વાળીનાથ મહાદેવના મંદિરને અદ્ભુત શણગાર માટે દેશભરમાંથી ફૂલો મંગાવવામાં આવ્યા છે અને સુંદર રીતે મંદિરને સજાવવામાં આવી રહ્યું છે.
22 ફેબ્રુઆરીએ તરભ વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
વિસનગરમાં તરભ ખાતે રાજ્યનું બીજું સૌથી મોટું મહાદેવ મંદિર વાળીનાથ મહાદેવ છે. ત્યારે આગામી 22 ફેબ્રુઆરીના રોજ આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં મહોત્સવમાં રાજ્ય અને દેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
તરભના વાળીનાથ મહાદેવ મંદિરની વિશેષતા
મંદિર વિશે વાત કરીએ તો, 1.45 લાખ ઘનફુટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરમાં બંસીપહાડપુરના પથ્થર વડે નાગર શૈલીમાં નિર્માણ કરાયું છે. ગુલાબી પથ્થરથી 101 ફૂટની ઉંચાઈ ધરાવતું વિશાળ મહાદેવનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરની લંબાઈ 265 છે જ્યારે પહોળાઈ 165 છે.
ઉલલેખનીય છે કે, મંદિરમાં નાગરશૈલી વડે કોતરણી કરવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ 10 વર્ષથી શરુ કરાયું હતું. તેથી હવે આગામી 22 ફેબ્રુઆરીએ ગુરુપુષ્ય યોગમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
