Valinath Dham Tarabh: વાળીનાથ ધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ આજે રાત્રે રાજભા ગઢવી, ઉર્વશી રાદડીયા સહિતના કલાકારોનો ભવ્ય લોકડાયરો યોજાશે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 19 Feb 2024 06:46 PM (IST)Updated: Mon, 19 Feb 2024 06:46 PM (IST)
valinath-dham-tarabh-in-mahesana-lokdayro-of-rajbha-gadhvi-urvashi-raddia-will-be-held-tonight

Valinath Dham Tarabh: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં વાળીનાથ ધામ ખાતે મહાશિવલિંગનું સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોસ્તવ ચાલી રહ્યો છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં પીએમ મોદી 22 ફેબ્રુઆરીનો રોજ ઉપસ્થિત રહેવાના છે. તરભ વાળીનાથ ધામ ખાતે દરરોજ રાત્રે ડાયરા સહિતના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે 19 ફેબ્રુઆરીના રોજ રાજભા ગઢવી સહિતના કલાકારોનો ડાયરો યોજાનારો છે.

તરભ વાળીનાથ ધામ ખાતે આજે 19 ફેબ્રુઆરીએ રાત્રે 9 વાગ્યે યોજાનારા લોકડાયરોમાં રાજભા ગઢવી, બિરજુ બારોટ, ઉર્વશી રાદડીયા અને વિક્રમ માલધારી સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે. આ ડાયરાના સંપૂર્ણ સંયોજક ગમન સાંથલ(ભુવાજી) બળવેદ ચરકટા, રાજન રાયકા, ધવલ મોટણ છે.

91 કિલો ચાંદીથી જયરામગિરિ બાપુની રજતતુલા
વાળીનાથ ધામ નૂત્તન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રીજા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટ્યા હતા અને વાળીનાથ ભગવાનના દર્શન કરી પાવન થયા હતા. દાતાઓ તરફથી જયરામગિરિ બાપુની રજતતુલા અને સાકર તુલા કરવામાં આવી હતી. તળજાભાઈ રુડાભાઈ અને ધીરુભાઈ ધુમાસણ તરફથી 91 કિલો ચાંદીથી જયરામગિરિ બાપુની રજતતુલા કરવામાં આવી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.