Gujarat Police: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) શરૃ થતાં રાજ્યની તમામ પોલીસને એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય સમયથી શિક્ષકોને ભરતીને લઇને ટાટ અને ટેટ ઉમેદવારો રજૂઆત અને દેખાવો કરી રહ્યા છે. આ ઉમેદવારો વિધાનસભા સત્ર દરમિયાના વિધાનસભાનો ઘેરાવો ન કરે તે માટે રાજ્ય પોલીસ વડા દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને એલર્ટ પર રહેવાની સુચના આપવામાં આવી છે.
ટાટ અને ટેટ ઉમેદવારોએ ચોમાસુ સત્ર દરમિયાના 12 અને 13 તારીકે વિધાનસભામો ઘેરાવો કરવાની ચિમકી આપી હતી. આ ચિમકી આધારે રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસને એલર્ટ રહેવાનું કહ્યુ છે. આ ઉપરાંત આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૃર્મુ ગુજરાતના પ્રવાસે છે આ સમય દરમિયાન કોઇ પણ પ્રકાનો વિરોધ ન થાય તે બાબતે ધ્યાનમાં રાખીને પણ એલર્ટ આપવામાં આવ્યુ છે.
રાજ્ય પોલીસ વડાની સુચના ટેટ અને ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરવા માટે કોઇ પણ સંજોગોમાં ગાંધીનગર ન પહોચે તેનું ધ્યાન રાખવું. કોઇ ઉમેદવાર વિરોધ કરવા માટે પહોચે છે તો તેને રોકી રાખવાની સુચના આપવામાં આવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ પણ પ્રકાની અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસને જરૃરી કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.