Gujarat Assembly Bypolls: ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 24-કડી (અ.જા.) તથા 87-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું તા.26.05.2025ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ હતી.
સદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા.3.6.2025ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી તથા તા.5.6.2025 ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. જે અંતર્ગત ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે એટલે કે, આજ તા.5.6.2025ના રોજ સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા નીચે મુજબના ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે નિયત કરવામાં આવેલ છે.
આ પણ વાંચો
કડી વિધાનસભા બેઠક પરના ઉમેદવારોની યાદી
1.ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ: આમ આદમી પાર્ટી
2.રમેશભાઈ મગનભાઈ ચાવડા: ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
3.રાજેન્દ્રકુમાર (રાજુભાઈ) દાનેશ્વર ચાવડાઃ ભારતીય જનતા પાર્ટી
4.ડૉ. ગિરીશભાઈ જેઠાભાઈ કાપડીયાઃ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી
5.જયેન્દ્ર કરશનભાઈ રાઠોડઃ રાઈટ ટુ રીકોલ પાર્ટી
6.પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણઃ ભારતીય જન પરિષદ
7.મકવાણા કમલેશભાઈઃ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
8.મકવાણા દશરથભાઈ ગણપતભાઈઃ આપકી આવાઝ પાર્ટી
વિસાવદર વિધાનસભા બેઠક પરના ઉમેદવારોની યાદી
9.ઈટાલીયા ગોપાલઃ આમ આદમી પાર્ટી
10.કિરીટ પટેલઃ ભારતીય જનતા પાર્ટી
11.નીતીન રાણપરીયાઃ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
12.કિશોરભાઈ કાનકડઃ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી
13.તુલસી લાલૈયાઃ અપક્ષ
14.નિરૂપાબેન નટવરલાલ માધુઃ અપક્ષ
15.પટેલ બિનલકુમાર વિષ્ણુભાઈઃ અપક્ષ
16.પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈઃ અપક્ષ
17.નારીગરા ભરતભાઈ એસ. પ્રજાપતિઃ અપક્ષ
18.યુનુસભાઈ હુસુનભાઈ સોલંકીઃ અપક્ષ
19.રજનીકાંત વાધાણીઃ અપક્ષ
20.રાજ પ્રજાપતિઃ અપક્ષ
21.સુરેશ માલવીયાઃ અપક્ષ
22.સોલંકી રોહિત બધાભાઈઃ અપક્ષ
23.સંજય હિતેષભાઈ ટાંકઃ અપક્ષ
24.હીતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયાઃ અપક્ષ
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-2035 ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-26) પણ રજૂ કરવાનું રહે છે.