રાજ્ય સરકારની યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની સંપૂર્ણ પ્રક્રિયા હવે થશે ઓનલાઇન, પોર્ટલ લોન્ચ

ગુજરાત સરકારે સરકારી યોજનાઓના મૂલ્યાંકનને ઝડપી, પારદર્શક અને પેપરલેસ બનાવવા માટે Transforming Survey Ecosystem Web Portal શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા હવે તમામ મૂલ્યાંકન અભ્યાસો સંપૂર્ણપણે ઓનલાઇન હાથ ધરવામાં આવશે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Thu, 26 Nov 2026 04:58 PM (IST)Updated: Thu, 26 Nov 2026 04:58 PM (IST)
digital-gujarat-new-transforming-survey-ecosystem-web-portal-launched-for-scheme-evaluation

Gandhinagar: ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘ડિજિટલ ગુજરાત’ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ એક નક્કર પહેલ હાથ ધરવામાં આવી છે. સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ્યથી “Transforming Survey Ecosystem Web Portal” વિકસાવવામાં આવ્યું છે.

તમામ મૂલ્યાંકન અભ્યાસો સંપૂર્ણપણે ઓનલાઇન હાથ ધરવામાં આવશે.

સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના માર્ગદર્શન હેઠળ મૂલ્યાંકન નિયામકની કચેરી દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના ટેકનિકલ સહયોગથી તૈયાર કરાયેલા આ વેબ પોર્ટલ મારફતે હવે આગામી તમામ મૂલ્યાંકન અભ્યાસો સંપૂર્ણપણે ઓનલાઇન હાથ ધરવામાં આવશે.

કામમાં આવશે સરળતા

આ કામગીરી સુચારુ રીતે ચાલે તે માટે સચિવાલયના તમામ વિભાગોના સંયુક્ત સચિવઓ તથા નાયબ સચિવઓને યુઝર આઈડી અને પાસવર્ડ પૂરા પાડવામાં આવ્યા છે. જેઓ પોતાના વિભાગની યોજનાના મૂલ્યાંકન અભ્યાસ માટે જરૂરી પરિપત્રો અને ચેકલિસ્ટ સાથે સમયસર સીધી જ ઓનલાઇન દરખાસ્ત સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગને મોકલી શકશે.

મૂલ્યાંકન અહેવાલ ઓનલાઇન હાથ ધરવામાં આવશે

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરખાસ્તની યોગ્યતા ચકાસ્યા બાદ તેને નિયામક, મૂલ્યાંકન કાર્યાલયને ઓનલાઇન તબદીલ કરવામાં આવશે. ત્યારબાદ મૂલ્યાંકન કચેરી દ્વારા સ્ટડી ડિઝાઇન, મેથોડોલોજી તેમજ મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા સહિતની તમામ કામગીરી ઓનલાઇન હાથ ધરવામાં આવશે.

સતત ઓનલાઇન મોનિટરિંગ થઈ શકશે

મૂલ્યાંકન અભ્યાસની દરખાસ્ત રજૂ થાય ત્યારથી શરૂ કરીને તમામ તબક્કાઓ સહિત મૂલ્યાંકન અભ્યાસ આખરી થાય ત્યાં સુધીની સમગ્ર કામગીરીનું સતત ઓનલાઇન મોનિટરિંગ થઈ શકે તે રીતે આ વેબ પોર્ટલ ડિઝાઇન કરવામાં આવ્યું છે. વિવિધ વિભાગોના પ્રતિનિધિ-નોડલ અધિકારીઓ માટે તા. ૨૭ નવેમ્બરના રોજ સચિવાલય ખાતે વર્કશોપ યોજાશે. આ નવીન પોર્ટલના અમલીકરણથી વહીવટી પ્રક્રિયામાં સમયનો બચાવ થશે અને વિવિધ સરકારી યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન વધુ સચોટ રીતે થઈ શકશે.