Biporjoy Cyclone Live Tracking highlights: અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું (Biporjoy Cyclone) 15 જૂન એટલે કે આવતી કાલે કચ્છમાંથી પસાર થઇ શકે છે. કચ્છ-પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ કરે તેવી પણ શક્યતા છે. આજે અને કાલે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી શકે છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો તોફાની બની શકે છે. ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાઈ શકે છે.
બિપોરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં Cyclone Biporjoy LIVE Tracking ક્લિક કરો
જાણો 15 જૂનની લેટેસ્ટ અપડેટ માટે Biporjoy Cyclone Live Tracking પર ક્લિક કરો.
ધીમી ગતિએ આગળ વધતી આફત
મહા વિનાશક વાવાઝોડામાંથી તીવ્ર વિનાશક વાવાઝોડામાં પરિવર્તિત થયેલુ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી ધીમે-ધીમે દૂર જઇ રહ્યું છે. જોકે દેવભૂમિ દ્વારકા ઉપરાંત જખૌ પોર્ટ, નલિયાની નજીક આવી રહ્યું છે. આજની સ્થિતિ અનુસાર વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 7 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ જઇ રહ્યું છે.
આ વાવાઝોડું રાત્રે 08.30 વાગ્યાની સ્થિતિએ જખૌ બંદરથી 220 કિ.મી. અને દેવભૂમિ દ્વારકાથી 230 કિ.મી. દૂર છે. જ્યારે નલિયાથી 240 કિ.મી., પોરબંદરથી 300 કિ.મી. અને પાકિસ્તાના કરાચીથી 310 કિ.મી. દૂર છે.
આ વાવાઝોડું 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાંથી પસાર થઇને માંડવી અને કરાચીની વચ્ચે જખૌ પોર્ટ પાસે લેન્ડફોલ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. જ્યારે બિપોરજોય વાવાઝોડું ત્યાં ટકરાશે ત્યારે તેની ઝડપ 125-135 kmphથી 150 kmphની વચ્ચે રહે તેવી શક્યતા છે.
14 જૂનના રોજ વાવાઝોડાની સ્થિતિ
- Jun 14, 2023 05:30 PM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 7 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 310 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 260 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 240 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 260 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 330 કિ.મી. દૂર હતું. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું.
- Jun 14, 2023 02:57 PM IST: સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ભાગોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયા કાંઠે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. પોરબંદરમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. માધવપુરમાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તો કચ્છના માંડવી બીચ ખાતે ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
- Jun 14, 2023 02:30 PM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં ધીમી ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 330 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 270 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 260 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 280 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 330 કિ.મી. દૂર હતું. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું.
- Jun 14, 2023 12:33 PM IST: વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આગામી 48 કલાક ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ભારે માનવામાં આવી રહ્યાં છે. પોરબંદર, વેરાવળ અને સોમનાથના દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યાં છે.

- Jun 14, 2023 11:30 AM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકથી વાવાઝોડું એક સ્થળે કેન્દ્રિત થયું છે. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 350 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 290 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 280 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 300 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 340 કિ.મી. દૂર હતું. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું.
- Jun 14, 2023 05:30 AM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 2 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું હતું. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 350 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 290 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 280 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 300 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 340 કિ.મી. દૂર હતું. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું.
- Jun 14, 2023 02:30 AM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું હતું. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 350 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 300 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 290 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 310 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 370 કિ.મી. દૂર હતું.
13 જૂનના રોજ વાવાઝોડાની સ્થિતિ
- Jun 13, 2023 11:30 PM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 8 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું હતું. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 350 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 300 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 290 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 310 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 370 કિ.મી. દૂર હતું.
- Jun 13, 2023 08:30 PM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 8 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું હતું. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 340 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 300 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 310 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 330 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 400 કિ.મી. દૂર હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.