Kutch: નારાયણ સરોવર વિસ્તારમાંથી મળ્યું શંકાસ્પદ ડ્રોન, 'મેડ ઇન ચાઇના'નું સ્પષ્ટ લખાણ; સુરક્ષા એજન્સીઓ એલર્ટ

લખપત તાલુકાના તહેરા ગામ નજીક આ શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 22 May 2026 02:32 PM (IST)Updated: Fri, 22 May 2026 02:32 PM (IST)
kutch-suspicious-drone-found-near-narayan-sarovar-in-tehra-village-lakhpat
HIGHLIGHTS
  • કચ્છમાં મળ્યું શંકાસ્પદ ડ્રોન
  • સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

Suspicious drone found in Kutch: કચ્છ જિલ્લામાં સુરક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છમાંથી એક શંકાસ્પદ ડ્રોન મળી આવતા વિવિધ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે, અને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી વિગત અનુસાર, લખપત તાલુકાના તહેરા ગામ નજીક આ શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું છે.

ક્યાંથી મળ્યું શંકાસ્પદ ડ્રોન?

પ્રાપ્ત માહિતી અનુસાર, આ શંકાસ્પદ ડ્રોન નારાયણ સરોવર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી મળી આવ્યું છે.  લખપત તાલુકાના તહેરા ગામ નજીક પોલીસને આ ડ્રોન લકી ત્રણ રસ્તા પાસે આવેલા એક ઝાડી વિસ્તારમાંથી મળી આવ્યું હતું. જ્યારે આ ડ્રોન મળી આવ્યું ત્યારે તે બંધ હાલતમાં હતું.

ડ્રોનમાંથી શું મળી આવ્યું?

આ શંકાસ્પદ ડ્રોનની સાઈઝ અંગે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે 8×8 ની સાઈઝનું છે. આ ડ્રોનની અંદર તપાસ કરતા તેમાં અલગ-અલગ સર્કિટની સાથે વાયરો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત, આ ડ્રોન પર "ઈમેક્સ કો સિરીઝ મેડ ઇન ચાઇના 2004" (Emax Eco Series Made in China 2004) એવું સ્પષ્ટ લખાણ પણ લખેલું જોવા મળ્યું છે.

પોલીસ-FSL ટીમ દ્વારા તપાસ શરૂ

નારાયણ સરોવર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ શંકાસ્પદ ડ્રોનને સુરક્ષિત રીતે કબજે કરી લીધું હતું. આ ડ્રોન અહીં ક્યાંથી આવ્યું અને તેનો ઉદ્દેશ્ય શું હતો, તેવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે ડ્રોનનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવું જરૂરી છે. આ માટે પોલીસે ફોરેન્સિક વિભાગના (FSL) નિષ્ણાતોની મદદ લીધી છે. હાલમાં આ સમગ્ર શંકાસ્પદ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.