ખુશખબર! અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ-વે પર દોડશે ST બસો, માત્ર 3 કલાકમાં કપાશે અંતર; જાણો બસનો રૂટ અને સમય

ભાવનગર એસ.ટી. ડિવિઝનની 42 એક્સપ્રેસ બસને નવા એક્સપ્રેસ-વે પર દોડશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 15 May 2026 09:31 AM (IST)Updated: Fri, 15 May 2026 09:34 AM (IST)
ahmedabad-dholera-expressway-bhavnagar-division-st-bus-route
HIGHLIGHTS
  • ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર દોડશે ST બસ
  • ભાવનગર ડિવિઝનની 42 ST બસો સામેલ

Ahmedabad-Bhavnagar Expressway: ભાવનગર અને અમદાવાદ વચ્ચે નિયમિત મુસાફરી કરતા લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર-અમદાવાદને જોડતા નવા ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર હવે ભાવનગર એસ.ટી. ડિવિઝનની 42 જેટલી બસો હવે આ નવા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થશે, જેનાથી મુસાફરોનો કિંમતી સમય બચશે.

30 કિમી અંતર ઘટ્યું, 3 કલાકમાં કપાશે

ગત 29 એપ્રિલથી આ નવનિર્મિત ધોલેરા એક્સપ્રેસ હાઈવે વાહનચાલકો માટે સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ હાઇવે શરૂ થવાથી ભાવનગર અને અમદાવાદ વચ્ચેનું અંતર આશરે 30 કિલોમીટર જેટલું ઘટી ગયું છે. અંતર ઘટવાની સાથે હવે એસ.ટી. બસમાં માત્ર અઢીથી સાડા ત્રણ કલાકના ટૂંકા સમયગાળામાં મુસાફરો ભાવનગરથી અમદાવાદ પહોંચી શકશે.

ડેપો મેનેજરોને લેખિતમાં અપાઈ સૂચના

હાલમાં આ નવા એક્સપ્રેસ હાઇવે પર નાના-મોટા વાહનોનો ટ્રાફિક નોંધપાત્ર રીતે વધ્યો છે, ત્યારે એસ.ટી. તંત્રએ પણ બસોને આ નવા રૂટ પર વાળવાની કવાયત હાથ ધરી છે. ભાવનગર એસ.ટી. ડિવિઝનની નિયામક કચેરી દ્વારા એક્સપ્રેસ હાઇવે પરથી બસોના નવા રૂટના સંચાલન અંગે સંબંધિત એસ.ટી. ડેપોના મેનેજરોને લેખિતમાં સૂચના આપી દેવામાં આવી છે.

કયા રૂટની બસો એક્સપ્રેસ-વે પર દોડશે?

નવા જાહેર કરાયેલા સમયપત્રક અને રૂટ મુજબ, ભાવનગર ડિવિઝનની અનેક મહત્વની બસ આ હાઇવેનો ઉપયોગ કરશે. જેમાં મુખ્યત્વે ભાવનગર-શિરોહી, ભાવનગર-સુંધામાતા, ભાવનગર-ઉદયપુર, અમદાવાદ-ઘોઘા, ભાવનગર-ઇસ્કોન, તળાજા-અંબાજી, અલંગ-અમદાવાદ, મહુવા-ગાંધીનગર અને કૃષ્ણનગર-મહુવા જેવા લાંબા અંતરના રૂટની બસોનો સમાવેશ થાય છે.

ST બસનો રૂટ ST ડેપો બસ ઉપડવાનો સમય
ભાવનગર-શિરોહી ભાવનગર સવારે 8:45
શિરોહી-ભાવનગર શિરોહી સવારે 6:15
ભાવનગર-સુંધામાતા ભાવનગર સવારે 5:45
ભાવનગર-સુંધામાતા સુંધામાતા સવારે 5:00
ભાવનગર-ઉદેપુર ભાવનગર બપોરે 12:00
ઉદેપુર-ભાવનગર ઉદેપુર સવારે 7:45
કાળિયાબીડ-અમદાવાદ કાળિયાબીડ સવારે 7:40
અમદાવાદ-ઘોઘા અમદાવાદ બપોરે 1:00
ભાવનગર-ઈસ્કોન ભાવનગર સવારે 7:00
તળાજા-અંબાજી તળાજા સવારે 7:15
અંબાજી-તળાજા અંબાજી સવારે 7:30
અલંગ-અમદાવાદ અલંગ સવારે 8:00
અલંગ-અમદાવાદ અલંગ સવારે 8:00
તળાજા-અમદાવાદ અલંગ સવારે 2:45
મહુવા-ગાંધીનગર મહુવા રાત્રે 12:20
ગાંધીનગર-મહુવા ગાંધીનગર બપોરે 12:50
મહુવા-કૃષ્ણનગર મહુવા સવારે 7:30 - બપોરે 2:15
કૃષ્ણનગર-મહુવા કૃષ્ણનગર રાત્રે 10:05
ભાવનગર-ઈસ્કોન ભાવનગર સવારે 7:00
ગાંધીનગર-ઈસ્કોન ગાંધીનગર બપોરે 12:30
ભાવનગર-અમદાવાદ ભાવનગર સવારે 5:00 અને 11:00
ભાવનગર-અમદાવાદ ભાવનગર બપોરે 12:30, 3:00, 4:00
ભાવનગર-અમદાવાદ ભાવનગર સાંજે 7:00 - રાત્રે 10:00, 12:30

આગામી બે દિવસમાં તમામ 42 બસો શરૂ

આ અંગે માહિતી આપતા ભાવનગર એસ.ટી. ડિવિઝનના ડિવિઝન કંટ્રોલર આર.ડી. પીલવાઈકરએ જણાવ્યું હતું કે, "ધોલેરા એક્સપ્રેસ હાઇવે તાજેતરમાં સત્તાવાર રીતે ખુલ્લો મુકાયો છે, ત્યારે ભાવનગર એસ.ટી. ડિવિઝનની અમદાવાદ રૂટની 42 એસ.ટી. બસ નવા રૂટ પરથી દોડાવવાનું આયોજન કરાયું છે. આગામી બે દિવસમાં આ તમામ એસ.ટી. બસોનું નવા રૂટથી સંચાલન શરૂ થઈ જશે."