અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પર નવા ટોલ દર જાહેર, જાણો ક્યા પ્લાઝા પર કેટલો ટોલ ચૂકવવો પડશે

Ahmedabad–Dholera Expressway Toll Rates 2026: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે 29 એપ્રિલથી વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો. હવે અમદાવાદથી ભાવનગરની મુસાફરીમાં 1 કલાકનો ઘટાડો થશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 30 Apr 2026 10:22 AM (IST)Updated: Thu, 30 Apr 2026 10:49 AM (IST)
ahmedabad-dholera-expressway-toll-rates-travel-time-reduction

Ahmedabad–Dholera Expressway Toll Rates 2026: અમદાવાદ જિલ્લામાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેને વાહનચાલકો માટે 29 એપ્રિલથી ખુલ્લો મુકી દેવાયો છે. આથી અમદાવાદથી ભાવનગર જતા વાહનચાલકોને મુસાફરી ખુબ જ આરામદાયક બની રહેવાની છે. ટોલ પર વાહનો માટે જુદા જુદા દર નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી ધોલેરા તરફ જતાં વેજલકા, ભાટ અને જલાલપુર અને વાલિંદા પ્લાઝા એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર વાહનો પાસે દર વસૂલવામાં આવશે.

સિંગલ ટ્રિપ અને રિટર્નના દરો

ફોર વ્હીલ વાહનના સિંગલ ટ્રિપના રુ 65થી રુ 210 અને પાછા ફરતી વખતે 95થી રુ 310 જેવા દરો ટોલ પ્લાઝા પર નક્કી કરવામાં આવ્યા છે. 31 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅમદાવાદથી ધોલેરાને જોડતા હાઈવેનું ઈ લોકાર્પણ કરીને વાહનચાલકો માટે ખુલ્લો મુક્યો હતો. જે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈ વે પર 14 જગ્યાએ ઈન્ટરચેન્જની સુવિધા આપવામાં આવી છે. જેથી આજુબાજુના લોકોને મુસાફરી પાસની સુવિધા ઉપલબ્ધ થઇ છે.

ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો પર પ્રતિબંધ

50 મુસાફરી માટે મહિને રુ 2085થી રુ 6925નો દર નક્કી કરાયો છે.ધોલેરા એક્સપ્રેસ વે પર 120 કિમીની ઝડપને ધ્યાને લઈને દ્વીચક્રી અને થ્રી વ્હીલર વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. જે પણ મુસાફરોને અમદાવાદથી ભાવનગર જવાનું છે, તેમની અઢી કલાકની મુસાફરની માત્ર સવાથી દોઢ કલાકનો ફેરફાર થશે.

લોકેશન ટૂંકા સમય માટે (₹) મધ્યમ સમય માટે (₹) લાંબા સમય માટે (₹)
ભાટ ગામ રુ. 65 થી 210 રુ. 95 થી 310 રુ. 95 થી 310
જલાલપુર રુ. 40 થી 145 રુ. 95 થી 220 રુ. 2085 થી 4840
ઝેઝરકા રુ. 40 થી 105 રુ. 60 થી 155 રુ. 1340 થી 3495
પીપળી રુ. 50 થી 155 રુ. 80 થી 235 રુ. 1740 થી 5170
વણિદ્રા રુ. 55 થી 210 રુ. 80 થી 310 રુ. 1755 થી 6925