Dholera Semiconductor Plant Tata-ASML Deal: ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના સપનાને એક મોટી ઉડાન મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ્સની મુલાકાત દરમિયાન, ભારતમાં ચિપ મેન્યુફેક્ચરિંગને ટેકો આપવા માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ASML વચ્ચે એક મહત્વપૂર્ણ ભાગીદારી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ધોલેરામાં રૂ. 91,000 કરોડનો ઐતિહાસિક પ્રોજેક્ટ
ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ASML વચ્ચે થયેલાMoU હેઠળ, ASML ધોલેરા ખાતે નિર્માણ પામી રહેલા ટાટા ઈલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ માટે અત્યાધુનિક લિથોગ્રાફી ટૂલ્સ અને ટેકનોલોજી પૂરી પાડશે.
#WATCH | The Hague, Netherlands | Tata Electronics and ASML sign an MoU in the presence of Prime Minister Narendra Modi.
— ANI (@ANI) May 16, 2026
(Source: ANI/DD) pic.twitter.com/P5e7G2DsVX
નોંધનીય છે કે, ધોલેરામાં રૂપિયા 91,000 કરોડનો આ પ્રોજેક્ટ ભારતનો સૌપ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન પ્લાન્ટ છે. એડવાન્સ ચિપ મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગમાં લેવાતા મહત્વપૂર્ણ લિથોગ્રાફી ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં ASML નું વર્ચસ્વ છે, જે હવે ધોલેરા ફેસિલિટીમાં કામગીરી સ્થાપિત કરવા અને તેને મોટા પાયે વિસ્તારવામાં મદદ કરશે.
રિસર્ચ અને સ્થાનિક ટેલેન્ટને મળશે પ્રોત્સાહન
આ ભાગીદારી માત્ર મશીનરી પૂરતી સીમિત નથી. પરંતુ તે સ્થાનિક ટેલેન્ટ વિકસાવવા, સપ્લાય ચેનને મજબૂત કરવા અને લાંબા ગાળાની રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) ક્ષમતાઓ ઊભી કરવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.
#WATCH | The Hague | On PM Modi's visit to Netherlands, MEA Secretary (West) Sibi George says, "The leaders then attended the signing of the partnership agreement between Tata Electronics and ASML, supporting the semiconductor fab in Dholera, ASML's first such partnership with… pic.twitter.com/CDwFb439zC
— ANI (@ANI) May 16, 2026
ટાટા ઈલેક્ટ્રોનિક્સના CEO અને MD રણધીર ઠાકુરે જણાવ્યું કે, ASML ની મહારત ધોલેરા ફેસિલિટીના સમયસર વિસ્તરણને ટેકો આપશે અને એક મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરશે. ASML CEO ક્રિસ્ટોફ ફૌક્વેટે ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર સેક્ટરને એક મોટી તક ગણાવીને આ ભાગીદારીને મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે વર્ણવી હતી.
આ પણ વાંચો: Ahmedabad: અમિત શાહના હસ્તે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું લોકાર્પણ, જાણો ટેક સિટીની વિશેષતા
કયા ક્ષેત્રો માટે બનશે એડવાન્સ ચિપ્સ?
ધોલેરા પ્લાન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ઓટોમોટિવ, મોબાઈલ ડિવાઈસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા મહત્વના ક્ષેત્રો માટે ચિપ્સનું ઉત્પાદન કરવાનો છે. આ ઉપરાંત, ટાટાએ 28 nm થી 110 nm સુધીની સેમિકન્ડક્ટર ટેક્નોલોજીઓ મેળવવા માટે તાઈવાન સ્થિત પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) સાથે ભાગીદારી કરી છે.
ગુજરાત અને દેશ માટે આ ભાગીદારી અત્યંત ગૌરવપૂર્ણ છે, જે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર નકશા પર એક મજબૂત હબ તરીકે પ્રસ્થાપિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ મુલાકાત દરમિયાન સત્તાવાર રીતે આ ડીલની જાહેરાત કરી હતી. આ ડીલ થકી ભારત અને નેધરલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પણ વધુ મજબૂત બનશે.
