RTE Gujarat Admission 2024-25: આરટીઇમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, અહીં જાણો જરૂરી ડોક્યૂમેન્ટથી લઈને પ્રોસેસ સુધીની તમામ જાણકારી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 27 Mar 2024 02:54 PM (IST)Updated: Wed, 27 Mar 2024 03:51 PM (IST)
rte-gujarat-admission-2024-25-online-application-date-form-process-age-limit-documents-list

RTE Gujarat Admission 2024-25 Apply Online: ગુજરાતમાં રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે. હવે વાલીઓ આગામી 30 માર્ચ સુધી ફોર્મ ભરી શકશે. શૈક્ષણિક વર્ષ 2024-25માં આર.ટી.ઈ. (RTE Gujarat Admission 2024-25) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. 14/03/2024 થી 30/03/2024ના રાત્રીના 12:00 કલાક સુધી ભરી શકાશે. જાણો આરટીઈ પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા. જાણો જરૂરી ડોક્યૂમેન્ટથી લઈને પ્રોસેસ સુધીની તમામ જાણકારી.

RTE 2024માં ફોર્મ ભરવા માટેના આવશ્યક ડોક્યૂમેન્ટ્સ

  • રહેઠાણ નો પુરાવો
  • વાલીનું જાતીનું પ્રમાણપત્ર
  • જન્મનું પ્રમાણપત્ર
  • ફોટોગ્રાફ
  • વાલીની આવકનું પ્રમાણપત્ર
  • બીપીએલ
  • બાળકનું આધારકાર્ડ
  • વાલીનું આધારકાર્ડ
  • બેંકની વિગતો
  • સેલ્ફ ડિક્લેરેશન

સેલ્ફ ડિક્લેરેશન
પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

જો પાન કાર્ડ ન હોય તો શું કરવું?
પાન કાર્ડ (PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ SELF DECLARATION ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના:

  • આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચો અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
  • રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બંને પેજ PDF સ્વરૂપે અપલોડ કરો. દા.ત, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બંને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરો. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવા પાત્ર રહેશે. જેની ખાસ નોંધ લો.

આરટીઇ એડમિશન પ્રોસેસ

  • સૌ પ્રથમ RTEની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં તમામ જરૂરી ડોક્યૂમેન્ટ્સ સારી રીતે સ્કેન કરીને અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે ઓનલાઇન શાળાની પસંદગી કરો.
  • ધ્યાન રાખો કે, એક વખત શાળાની પસંદગી થઈ ગયા પછી તેને બદલી શકાશે નહીં.
  • જિલ્લા કક્ષાએ એપ્લિકેશન ફોર્મની ચકાસણી કરાશે.
  • મેરીટના આધારે શાળાની ફાળવણી કરી પહેલો રાઉન્ડ પાડવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.