Gujarat RTE Admission 2024: RTEમાં પ્રવેશ માટે 26 માર્ચ સુધી ભરી શકશો ફોર્મ, જાણો ક્યાં અનેકોણ કરી શકે છે અરજી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 18 Mar 2024 05:02 PM (IST)Updated: Mon, 18 Mar 2024 05:03 PM (IST)
rte-gujarat-admission-2024-25-admission-form-eligibility-link-last-date

RTE Gujarat Admission 2024-25: ગુજરાતમાં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. RTE માટે 26 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. RTEમાં પ્રવેશ માટે ફોર્મ ભરતી વખતે વાલીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. કેટલાક ડોક્યુમેન્ટ જેમકે જન્મનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો સહિતના ડોક્ટુમેન્ટની જરૂર રહશે અને તેને ઓનલાઇન અપલોડ કરવા પડશે. ત્યારે અહીં RTEનું ફોર્મ કોણ ભરી શકે અને કેવી રીતે ભરવું તેની ટૂંકી વિગતો જણાવવામાં આવી છે. જેથી વાલીઓને RTE અંગે સમજવામાં સરળતા રહે.

કોણ કરી શકે છે અરજી
RTE 2024-25માં કોઇ અરજી કરી શકે એ અંગે જણીએ તો ગુજરાતમાં રહેતા હોય તેવા બાળકો, બાળકોની કૌટુંબિક વાર્ષિક આવક 1 લાખ કરતા ઓછી હોય. બાળકનો જન્મ 1 જૂન 2018થી 31 મે 2019ની વચ્ચે થયો હોવો જોઇએ.

RTEમાં પ્રવેશ માટે કયા દસ્તાવેજોની પડશે જરૂર
RTE 2024-25માં જે બાળકનું એડ્મિશન લેવાનું છે તેનું જન્મનું પ્રમાણ પત્ર, રહેઠાણનો પુરાવો જેમકે, આધારકાર્ડ, વોટર બીલ, વીજળી બીલ, જો લાગુ પડતું હોય તો જાતિ અને આવકનો દાખલો ઉપરાંત શાળા દ્વારા અન્ય જે પણ જરૂરી દસ્તાવેજ મંગાવવામાં આવે તે આપવાના રહેશે. ઉપરાંત વાલીનું આધારકાર્ડ, રહેઠાણનો પુરાવો અને આવકનો દાખલો આપવાનો રહેશે.

કેવી રીતે અરજી કરશો
RTE 2024-25નું ફોર્મ ભરવા માટે ગુજરાતના ઓનલાઇન પોર્ટલ https://rte.orpgujarat.com/ પર જવાનું રહેશે અને ત્યાંથી ઓનલાઇન ફોર્મ ભરવું પડશે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલોને વાલીઓએ અપલોડ કરવાની રહેશે. ફોર્મ ભરાય ગયા બાદ તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખી લેવી.

RTE અંગે જાણો
દેશભરમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે એ માટે શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) લાવવામાં આવ્યો હતો. જેમાં 6થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. આ કાયદાના અમલીકરણથી ભારત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપતા વિશ્વના 135 દેશોમાંનો એક દેશ બની ગયો છે.

શિક્ષણ અધિકાર અધિનિયમ 2009નો ઉદ્દેશ
● આ કાયદાનો ઉદ્દેશ્ય 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ આપવાનો છે.
● કલમ 6 હેઠળ, બાળકોને નજીકની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે.
● આ કાયદો સુનિશ્ચિત કરે છે કે, નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન કરી શકાય.
● જો એવું બાળક હોય કે, જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય, તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.
● જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.
● ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.
● પ્રવેશની તારીખ વીતી ગયા પછી પણ કોઈપણ બાળકને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર નહીં કરી શકાય.
● કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
● શાળામાં બાળકોને કોઈપણ પ્રકારનો શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવશે નહીં.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.