Pan Card Apply: પરર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) સૌથી મહત્વના દસ્તાવેજ પૈકીનો એક દસ્તાવેજ માનવામાં આવે છે. બેંકમાં ખાતા ખોલાવવાથી લઈને ટેક્સ ફાઈલિંગ સુધીમાં પાન કાર્ડની જરૂર હોય છે. આર્થિક વ્યવહાર માટે પણ પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ITR અને TDR ક્લેમ કરવા માટે પાન કાર્ડની જરૂર પડે છે.
પાન કાર્ડનો ઉપયોગ ઓળખ પત્ર તથા રહેઠાણના પ્રમાણપત્ર માટે કરી શકાય છે. જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો તેના માટે કેવી રીતે અરજી કરવી તે અંગે આપણે આ માહિતી આપી શકાય છે.
આ પણ વાંચો
આ માટે કેવી પદ્ધતિ છે જાણો
આ પ્રક્રિયાથી પાન કાર્ડ બનાવવા માટે ઘરેથી અરજી કરી શકાય છે. તે માટે તમારે કોઈ પણ ઓફિસ કે કચેરી જવાની જરૂર નથી. આ પ્રક્રિયાથી તમારું પાન કાર્ડ બનીને ઘરે આવી જશે. પાન કાર્ડ માટે અરજી કરતી વખતે તમારે કેટલાક પ્રમાણમાં ફી ચુકવણી કરવી પડશે.
ભારતીયો માટે આ ફીની રકમ રૂપિયા 110 છે, તો કોઈ વિદેશી અરજી કરે છે તો તે 864 રૂપિયા આપવાના રહેશે. GST ચાર્જી અલગથી લાગી શકે છે. તમારે પેમેન્ટ ઓનલાઈન આપવાનું રહેશે. નેટ બેન્કિંગ અને ડેબિટ ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરી શકાય છે.
અરજી માટેની પ્રક્રિયા
- પાન કાર્ડ માટે અરજી કરવા 'Protean ની વેબસાઈટ પર જવું
- વેબસાઈટ પર ન્યૂ પાન વિકલ્પ પર ક્લિક કરવી
- ત્યારબાદ ત્યા રહેલા પાન ફોર્મ 49Aમાં આપવામાં આવેલી માહિતી ભરવી અને સબમિટ કરવી.
- અરજી કર્યાં બાદ તમારે દસ્તાવેજ આપવાના રહેશે.
- નવા પેજ પર તમે દસ્તાવેજ અપલોડ કરી શકાય છે.
- દસ્તાવેજ અપલોડ કર્યાં બાદ તમારે એટેસ્ટેડ ડોક્યુમેન્ટ 'Protean'ને મોકલી આપવી
- તમામ દસ્તાવેજ યોગ્ય જણાય તેવા સંજોગોમાં તમારે પાન કાર્ડ બનાવવા માટે પ્રોસેસને પૂરી કરવાની રહેશે.
- તમને પાન કાર્ડ 10 દિવસમાં જ ઈશ્યુ કરવામાં આવશે અને કાર્ડ પોસ્ટ મારફતે તમને ઘરે મળી જશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
