How to Apply for an Income Certificate Online: જે-તે નાણાંકીય વર્ષમાં તમારી કુલ આવકની ખાતરી કરતું સરકારી પ્રમાણ પત્ર એટલે આવકનો દાખલો. અત્યારના સમયમાં આવકનો દાખલો ખૂબ જ અગત્યનો સરકારી દસ્તાવેજ ગણાય છે. વિવિધ સરકારી યોજનાઓ તેમજ સબસિડીનો લાભ મેળવવા માટે આવકનો દાખલો ફરજિયાત થઈ ગયો છે. જો કે આવકનો દાખલો મેળવવા માંગતા અરજદારો ઘણી વખત પુરતી જાણકારીના અભાવે સરકારી કચેરીના ચક્કરોમાં અટવાઈ જતાં હોય છે. એવામાં આજે અમે તમને સરકારી કચેરીના ધક્કા ખાધા વિના આવકનો દાખલો ઑનલાઈન કેવી રીતે મેળવી શકાય? તે વિશે જણાવવા જઈ રહ્યાં છીએ…
ક્યા-ક્યા ડોક્યુમેન્ટની આવશ્યક્તા
સૌ પ્રથમ તો આવકનો દાખલો ઓનલાઈન મેળવો કે ફિઝિકલી, પરંતુ અરજદાર પાસે કેટલાક ડૉક્યુમેન્ટ હોવા જરૂરી છે. આવા ડૉક્યુમેન્ટમાં અરજદારના સરનામાના પુરવા જેમ કે, રેશન કાર્ડ, લાઈટ બિલ ( 3 મહિનાથી વધારે જૂનું નહીં), બેંકની પાસબુક, પોસ્ટ ઑફિસની પાસબુક, ડ્રાઈવિંગ લાઈસન્સ ઉપરાંત પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (PSU) દ્વારા જારી કરવામાં આવેલ સરકારી ફોટો ID કાર્ડ્સ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ
પાન કાર્ડ, પાસપોર્ટ
આવકનો પુરાવો
આવકના પુરાવામાં એમ્પ્લોયસ સર્ટિફિકેટ (જો સરકારી, અર્ધ સરકારી એકમમાં નોકરી કરતાં હોય તો), જો પગારદાર હોય તો ફોર્મ 16-એ અને છેલ્લા 3 વર્ષના ઈન્કમટેક્સ રિટર્ન, અરજદાર વ્યવસાય કરતો હોય તો છેલ્લા 3 વર્ષથી વ્યવસાયની બેલેન્સ શીટ અને ઈન્કમટેક્સ રિટર્ન,
● આવકનો દાખલો ઓનલાઈન મેળવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
▶ ઑનલાઈન આવકનો દાખલો મેળવવા માટે ડિજિટલ ગુજરાતની વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/ પર જાવ
▶ અહીં રજિસ્ટ્રેશન માટે પેજના જમણા ખુણે આપેલા Log In વિકલ્પ પર ક્લિક કરો
▶ રજિસ્ટ્રેશન ફોર્મ ભર્યા બાદ Save પર ક્લિક કરો. હવે OTP દાખલ કરીને 'પુષ્ટિ કરો' પર ક્લિક કરો
▶ આ પ્રોસેસ પતાવવાથી રજીસ્ટ્રેશન સક્સેસફૂલ થઈ જશે. જે બાદ Request a New Service પર ક્લિક કરો
▶ અહીં 'Inocome Certificate' પર ક્લિક કરીને સૂચનાઓ ધ્યાનથી વાંચી લો.
▶ જે બાદ Continue to Service પર ક્લિક કરો. અહીં અરજદારની વિગતો ભર્યા બાદ NEXT પર ક્લિક કરો
▶ હવે ધંધાની વિગતો તેમજ આવકની વિગતો ભરવાની રહેશે. જે બાદ NEXT પર ક્લિક કરો
▶ હવે જે પેજ ખુલે ત્યાં જરૂરી ડોક્યૂમેન્ટ અપલોડ કરો.
▶ ડોક્યૂમેન્ટ અપલોડ કર્યા બાદ અરજીને સબમીટ કરો. જે બાદ તમે તમારા અરજી ફોર્મની પ્રિન્ટ પણ લઈ શકો છો.
▶ જે બાદ તમારી સમક્ષ ઑનલાઈન પૈસાની ચૂકવણી કરવાનો વિકલ્પ ખૂલશે. જેમાં બે ઑપ્શન આપ્યા હશે- ઈ-વૉલેટ અને ગેટ-વે
▶ પેમેન્ટની ચૂકવણી બાદ અરજદારને તેની અરજીની સ્થિતિ જાણવા માટે એક SMS મળશે.
▶ એકવાર એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અરજદાર ડાઉનલોડ કરેલ ડૉક્યુમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરીને આવકનો દાખલો મેળવવા માટે એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરી શકે છે.
વધુ જાણકારી માટે આપ ડિજિટલ ગુજરાતના હેલ્પલાઈન નંબર- 18002335500 પર કૉલ પણ કરી શકો છો.
