Gujarat Rain News: દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું, કામરેજમાં ધોધમાર 5 ઇંચ, સુરતના માંડવીમાં 3 ઇંચ ખાબક્યો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 28 Jun 2023 01:18 PM (IST)Updated: Wed, 28 Jun 2023 01:18 PM (IST)
gujarat-rain-news-rainfall-data-heavy-rains-south-gujarat-including-surat-navsari-mandvi-chikhli

Gujarat Rain News: હવામાન વિભાગે (IMD) આજથી એટલે કે 28 જૂનથી 2 જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવસારી અને વલસાડમાં 30 જૂન સુધી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત પર મેઘો ઓળઘોળ થયો હોય તેમ લાગી રહ્યું છે. આજે બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. સુરતના કામરેજમાં 5 અને માંડવીમાં 3 ઇંચ ખાબક્યો છે.

સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીનો વરસાદ
આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 62 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં પડ્યો છે. સુરતના કામરેજમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 5 ઇંચ, માંડવીમાં 3 અને ખેરગામમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

જિલ્લો તાલુકો વરસાદ ઇંચમાં
સુરત કામરેજ 4.7
સુરત માંડવી 3.0
નવસારી ખેરગામ 2.0
વલસાડ ધરમપુર 1.9
વલસાડ કપરાડા 1.9
જૂનાગઢ વિસાવદર 1.8
વલસાડ વલસાડ 1.8
નવસારી ચીખલી 1.7
વલસાડ વાપી 1.7
સુરત સુરત શહેર 1.6

સવારના 6થી 10 વાગ્યા સુધીનો વરસાદ
સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. સવારના 6થી 10 વાગ્યા સુધી ચાર કલાકમાં સુરતના કામરેજમાં ભારે વરસાદ વરસ્યો છે. કામરેજમાં સવાર-સવારમાં 4 ઇંચ જ્યારે સુરતના માંડવીમાં 2.2 ઇંચ ખાબક્યો છે.

જિલ્લો તાલુકો વરસાદ ઇંચમાં
સુરત કામરેજ 3.9
સુરત માંડવી 2.2
નવસારી ચીખલી 1.7
નવસારી ખેરગામ 1.7
વલસાડ ધરમપુર 1.4
વલસાડ વલસાડ 1.4
નવસારી વાંસદા 1.3
સુરત સુરત સિટી 1.2
સુરત ઉમરપાડા 1.1
વલસાડ પારડી 1.1
તાપી ડોલવણ 1.1
સુરત પલસાણા 1.0

સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ક્યાં સૌથી વધુ વરસાદ
સવારના 6થી 8 વાગ્યા સુધીના વરસાદી આંકડાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે.

જિલ્લો તાલુકો વરસાદ(મી.મી.)માં
સુરત માંડવી 48
નવસારી ચીખલી 41
નવસારી ખેરગામ 35
વલસાડ ધરમપુર 30
વલસાડ વલસાડ 28
નવસારી વાંસદા 25
વલસાડ પારડી 24
સુરત સુરત સીટી 22
સુરત પલાસણા 20
તાપી ડોલવણ 20

છેલ્લા 24 કલાકમાં 14 તાલુકામાં 3થી 6 ઇંચ સુધી વરસાદ
છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો છે. રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં બારડોલીમાં 6, સુરતના મહુવામાં 5.5, તાપીના વલોદમાં 5.4 અને નવસારીમાં 5.1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

જિલ્લો તાલુકો વરસાદ ઇંચમાં
સુરત બારડોલી 5.9
સુરત મહુવા 5.5
તાપી વલોદા 5.4
નવસારી નવસારી 5.1
સુરત પલસાણા 4.5
વલસાડ વલસાડ 4.4
નવસારી ગણદેવી 4.4
નવસારી જલાલપોર 4.0
તાપી વ્યારા 3.9
વલસાડ પારડી 3.8
નવસારી ખેરગામ 3.7
નવસારી ચીખલી 3.6
વલસાડ ધરમપુર 3.5
સુરત સુરત સિટી 3.2

છેલ્લા 24 કલાકમાં 28 તાલુકામાં 1થી 3 ઇંચ સુધી વરસાદ
છેલ્લા 24 કલાકમાં 28 તાલુકામાં 1થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ડોલવણમાં 2.6, કચ્છના મુન્દ્રામાં, ભાવનગરના ઘોઘા અને સુરતના કામરેજમાં 2.5 ઇંચ, જ્યારે વલ્લભીપુરમાં 2.4 અને વાપીમાં 2.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 84 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

જિલ્લો તાલુકો વરસાદ ઇંચમાં
તાપી ડોલવણ 2.6
કચ્છ મુન્દ્રા 2.5
ભાવનગર ઘોઘા 2.5
સુરત કામરેજ 2.5
ભાવનગર વલ્લભીપુર 2.4
વલસાડ વાપી 2.3
વલસાડ કપરાડા 2.1
ભરુચ નેત્રંગ 2.0
સુરત ઉમરપાડા 2.0
તાપી સોનગઢ 2.0
ભાવનગર મહુવા 1.9
સુરત માંડવી 1.9
વલસાડ ઉમરગામ 1.8
અમરેલી લાઠી 1.7
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 1.6
ડાંગ સુબિર 1.5
છોટાઉદેપુર સંખેડા 1.5
સુરેન્દ્રનગર મુળી 1.5
અમરેલી સાવરકુંડલા 1.5
રાજકોટ જેતપુર 1.4
સુરત ચોર્યાસી 1.3
સુરેન્દ્રનગર ચુડા 1.3
નવસારી વાંસદા 1.3
ભાવનગર ભાવનગર 1.2
ડાંગ આહવા 1.2
ડાંગ વઘઇ 1.1
આણંદ સોજીત્રા 1.0
રાજકોટ ધોરાજી 1.0