Gujarat Rain News: અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા અને મહેસાણા સહિત આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં પડી શકે છે હળવોથી ભારે વરસાદ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 18 Jun 2023 12:57 PM (IST)Updated: Sun, 18 Jun 2023 12:57 PM (IST)
rain-in-gujarat-todays-rain-fall-in-many-parts-of-banaskantha-and-sabarkantha

બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા અને મહેસાણા સહિતના અનેક જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે છે. આજના વરસાદી આકંડાની વાત કરીએ તો સવારના 8થી 10 વાગ્યા સુધીમાં સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, દાહોદ અને વલસાડ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થયો છે.

આગામી ત્રણ કલાકમાં ક્યાં ક્યાં પડી શકે છે ધોધમાર વરસાદ
હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પાણ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે.

સવારના 10થી બપોરના 12 વાગ્યા સુધીનો વરસાદ
સવારના 10થી બપોરના 12 વાગ્યા સુધીમાં મહેસાણાના કડીમાં 8 મી.મી., સાબરકાંઠાના પોશિનામાં 2 મી.મી., તલોદમાં 5 મી.મી., અરવલ્લીના ભિલોડામાં 3 મી.મી., બનાસકાંઠાના અમીરગઢમાં 1 મી.મી. અને ગાંધીનગરમાં 1 મી.મી. વરસાદ પડ્યો છે.

સવારના 8થી 10 વાગ્યા સુધીનો વરસાદ
સવારના 8થી 10 વાગ્યા સુધીમાં સાબરકાંઠાના ઇડરમાં 2 મી.મી., આણંદના ખંભાતમાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.

સવારના 6થી 8 વાગ્યા સુધીનો વરસાદ
સવારના 6થી 8 વાગ્યા સુધીમાં સાબરકાંઠાના વિજયનગરમાં 9 મી.મી.,બનાસકાંઠામાં દાંતામાં 3 મી.મી., અમીરગઢમાં 2 મી.મી., સાબરકાંઠાના ઇડર અને પોશિનામાં 2 મી.મી., દાહોદના ગરબાડામાં 2 અને વલસાડના કપરાડામાં 2 મી.મી. વરસાદ પડ્યો હતો.