Gujarat Rain News: રવિવારથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં 5.2 ઇંચ અને મહેમદાવાદમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે આજ વહેલી સવારથી રાજ્યમાં અનેક ભાગોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારના 10 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં એક ઇંચ વરસાદ પડ્યો છે.
સવારના 10થી બપોર 12 વાગ્યા સુધીનો વરસાદ
સવારના 10થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 33 તાલુકામાં ભારેથી હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં 1.8 ઇંચ, ચીખલીમાં 1.4 ઇંચ, જલાલપોરમાં 1.2 ઇંચ અને ધોરાજીમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો
| જિલ્લો | તાલુકો | વરસાદ(મી.મી.)માં |
| નવસારી | નવસારી | 46 |
| નવસારી | ચીખલી | 36 |
| નવસારી | જલાલપોર | 30 |
| રાજકોટ | ધોરાજી | 25 |
| તાપી | વ્યારા | 23 |
| તાપી | સોનગઢ | 22 |
| રાજકોટ | જેતપુર | 18 |
| નવસારી | ગણદેવી | 16 |
| વલસાડ | પારડી | 13 |
| વલસાડ | વલસાડ | 11 |
સવારના 6થી 10 વાગ્યા સુધીનો વરસાદ
આજે સવારથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારના 6થી 10 વાગ્યા સુધીના આંકડાની વાત કરવામાં આવે તો સુરતના મહુવામાં 29 મી.મી., મહિસાગરના કડાણામાં 24 મી.મી., વલસાડના પારડી અને વલસાડમાં 20 મી.મી. અને નવસારીના ગણદેવીમાં 19 મી.મી. વરસાદ ખાબક્યો છે.
13 તાલુકામાં 2થી 5 ઇંચ સુધી વરસાદ
ગત 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાના 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે.રાજ્યના 13 તાલુકામાં 2 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં પડ્યો છે. ઉમરગામમાં 5.2 ઇંચ, મહેમદાવાદમાં 4.4 અને નડિયાદમાં 4.3 ઇંચ વરસાદ ખાબક્યો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ ઇંચમાં |
| વલસાડ | ઉમરગામ | 5.2 |
| ખેડા | મહેમદાવાદ | 4.4 |
| ખેડા | નડિયાદ | 4.3 |
| કચ્છ | મુન્દ્રા | 3.5 |
| મોરબી | મોરબી | 3.3 |
| સુરેન્દ્રનગર | વઢવાણ | 3.1 |
| વલસાડ | વાપી | 2.7 |
| અમદાવાદ | ધંધુકા | 2.4 |
| આણંદ | આણંદ | 2.4 |
| સુરેન્દ્રનગર | લીંબડી | 2.4 |
| કચ્છ | અંજાર | 2.1 |
| પોરબંદર | પોરબંદર | 2.1 |
| ખેડા | મહુધા | 2.1 |
30 તાલુકામાં 1થી 2 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો
જ્યારે રાજ્યના 30 તાલુકામાં 1થી 2 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જેમાં ટંકારા, પાદરા, ગલતેશ્વર, રાણાવાવમાં 1.9 ઇંચ જ્યારે વસો, ભાણવડ અને કપરાડામાં 1.7 તો થાનગઢમાં 1.6 અને ખંભાત, પારડી, કુતિયાણા તથા ખેડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ ઇંચમાં |
| મોરબી | ટંકારા | 1.9 |
| વડોદરા | પાદરા | 1.9 |
| ખેડા | ગલતેશ્વર | 1.9 |
| પોરબંદર | રાણાવાવ | 1.9 |
| ખેડા | વસો | 1.7 |
| દેવભૂમિ દ્વારકા | ભાણવડ | 1.7 |
| વલસાડ | કપરાડા | 1.7 |
| સુરેન્દ્રનગર | થાનગઢ | 1.6 |
| આણંદ | ખંભાત | 1.5 |
| વલસાડ | પારડી | 1.5 |
| પોરબંદર | કુતિયાણા | 1.5 |
| ખેડા | ખેડા | 1.5 |
| જામનગર | જામજોધપુર | 1.4 |
| આણંદ | બોરસદ | 1.4 |
| રાજકોટ | જામકંડોરણા | 1.3 |
| સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા | 1.3 |
| રાજકોટ | જેતપુર | 1.2 |
| સુરત | મહુવા | 1.2 |
| આણંદ | ઉમરેઠ | 1.2 |
| કચ્છ | ગાંધીધામ | 1.1 |
| તાપી | ડોલવાણ | 1.1 |
| સુરત | બારડોલી | 1.1 |
| વડોદરા | વડોદરા | 1.1 |
| જૂનાગઢ | મેંદરડા | 1.0 |
| નવસારી | નવસારી | 1.0 |
| દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | 1.0 |
| જૂનાગઢ | માણાવદર | 1.0 |
| નવસારી | ખેરગામ | 1.0 |
| મોરબી | વાંકાનેર | 1.0 |
| સુરત | પલાસણા | 1.0 |
111 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો
રાજ્યના 111 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. આ 111 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં જલાલપોર અને દસાડામાં 24 મી.મી, પેટલાદ, સુરત શહેર, અમદાવાદ શહેરમાં 22 મી.મી., ધરમપુર અને ધોરાજીમાં 20 મી.મી. જ્યારે ભેસાણ, સાવલીમાં 19 મી.મી. વરસાદ પડ્યો છે.
