Gujarat Rain News: દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં જળબંબાકારઃ ગત 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જૂનાગઢ, વલોદ, મહુવા અને વ્યારામાં ખાબક્યો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 30 Jun 2023 11:05 AM (IST)Updated: Fri, 30 Jun 2023 11:32 AM (IST)
gujarat-rain-news-rainfall-data-heavy-rains-saurashtra-south-gujarat-including-junagadh-tapi

Gujarat Rain News: ગુજરાતમાં ચોમાસાના પ્રારંભમાં જ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં તો જાણે કે આભ ફાટ્યું હોય તેમ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તાપી જિલ્લાના વલોદમાં પણ 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ ગત 24 કલાકમાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

તાપી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ

તાપી જિલ્લો વરસાદ(ઇંચમાં)
નિઝર 2.8
સોનગઢ 4.8
ઉચ્છલ 2.6
વલોદ 8.9
વ્યારા 7.6
ડોલવણ 7.2
કુકરમુંડા 4.6

નવસારી જિલ્લામાં વરસાદ

નવસારી જિલ્લો વરસાદ(ઇંચમાં)
ચીખલી 4.9
ગણદેવી 4.8
જલાલપોર 4.6
ખેરગામ 4.7
નવસારી 4.1
વલસાડ 5.0
ડાંગ જિલ્લો વરસાદ(ઇંચમાં)
આહવા 4.0
સુબિર 4.6
વઘઇ 4.5

ભરૂચ-નર્મદા જિલ્લામાં કેટલો વરસાદ

નર્મદા-ભરૂચ જિલ્લો વરસાદ(ઇંચમાં)
ડેડિયાપાડા 2.3
ગરુડેશ્વર 3.8
નાંદોદ 3.8
સાગબારા 1.8
તિલકવાડા 5.2
ભરુચ 1.4
જંબુસર 1.0
નેત્રંગ 1.4
વાગરા 1.6

સુરત-વલસાડ જિલ્લો

સુરત-વલસાડ જિલ્લો વરસાદ(ઇંચમાં)
બારડોલી 5.5
કામરેજ 1.2
મહુવા 8.9
માંડવી 3.0
માંગરોળ 1.0
પલાસણા 3.9
ઉમરપાડા 1.9
ધરમપુર 3.2
કપરાડા 3.5
પારડી 2.2
ઉમરગામ 2.9
વલસાડ 1.9
વાપી 1.7

સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલો વરસાદ
ગત 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ તાલુકા અને શહેરમાં તો જાણે કે આભ ફાટ્યું હોય તેમ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ગીર સોમનાથ, રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલી, ભાવનગર, જામનગર જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છમાં સૌથી વધુ વરસાદ અંજારમાં 7.5 ઇંચ અને ગાંધીધામાં 3.7 ઇંચ ખાબક્યો છે.

જૂનાગઢ જિલ્લામાં કેટલો વરસાદ

જૂનાગઢ જિલ્લો વરસાદ(ઇંચમાં)
ભેસાણ 5.7
જૂનાગઢ 10.4
જૂનાગઢ શહેર 10.4
કેશોદ 2.8
માળિયા 3.5
માણાવદર 2.1
માંગરોળ 2.6
મેંદરડા 6.4
વંથલી 4.8
વિસાવદર 5.9

ગીર-સોમનાથમાં કેટલો વરસાદ

ગીર સોમનાથ જિલ્લો વરસાદ(ઇંચમાં)
ગીર ગઢડા 2.4
કોડિનાર 3.4
સુત્રાપાડા 6.5
તાલાલા 6.7
ઉના 5.1
વેરાવળ 4.7

રાજકોટ-મોરબી જિલ્લામાં વરસાદ

રાજકોટ-મોરબી જિલ્લો વરસાદ(ઇંચમાં)
ધોરાજી 5.5
ગોંડલ 2.2
જામકંડોરણા 6.2
જસદણ 2.6
જેતપુર 5.2
કોટડાસાંગાણી 1.3
લોધીકા 1.1
પડધરી 2.8
રાજકોટ 2.1
ઉપલેટા 5.0
હળવદ 1.5
મોરબી 3.3
વાંકાનેર 2.4

જામનગર-પોરબંદર જિલ્લામાં વરસાદ

જામનગર- પોરબંદર જિલ્લો વરસાદ(ઇંચમાં)
ધ્રોલ 3.3
જામનગર 2.3
જોડિયા 3.9
કાલાવડ 2.5
કુતિયાણા 1.5

અમરેલી-ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ

અમરેલી- ભાવનગર-બોટાદ વરસાદ(ઇંચમાં)
બાબરા 3.4
બગસરા 2.2
લાઠી 1.8
વડિયા 5.2
ભાવનગર 2.0
શિહોર 1.5
ઉમરાળા 3.3
બરવાળા 1.2
ગઢડા 2.4

મધ્ય ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, મહિસાગર, પંચમહાલ, વડોદરા અને દાહોદમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં ડભોઇ, હાલોલ, બોડેલી, તારાપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ-આણંદ અને ખેડામાં કેટલો વરસાદ

અમદાવાદ-આણંદ-ખેડા વરસાદ(ઇંચમાં)
અમદાવાદ શહેર 1.1
ધોલેરા 1.6
માંડલ 1.5
ગળતેશ્વર 2.0
ખેડા 1.1
મહેમદાવાદ 2.9
મહુધા 2.0
નડિયાદ 1.7
આણંદ 2.1
આંકલાવ 1.0
બોરસદ 2.9
ખંભાત 1.2
પેટલાદ 2.0
સોજીત્રા 2.3
તારાપુર 2.9

વડોદરા- છોટાઉદેપુરમાં કેટલો વરસાદ

વડોદરા- છોટાઉદેપુર વરસાદ(ઇંચમાં)
ડભોઇ 3.5
કરજણ 2.2
પાદરા 1.5
સાવલી 1.2
સિનોર 1.5
વડોદરા 2.8
વાઘોડિયા 1.3
બોડેલી 2.9
જેતપુર પાવી 2.2
નસવાડી 1.2
કવાંટ 1.6
સંખેડા 1.7

પંચમહાલ-દાહોદ અને મહિસાગરમાં કેટલો વરસાદ

પંચમહાલ-દાહોદ-મહિસાગર વરસાદ(ઇંચમાં)
ઘોઘંબા 1.2
હાલોલ 2.6
જાંબુઘોડા 2.0
કાલોલ 1.8
બાલાસિનોર 2.7
કડાણા 1.8
સંતરામપુર 1.8
વિરપુર 1.7
દેવગઢ બારિયા 1.1
ઝલોદ 1.2
લીમખેડા 1.6

ઉત્તર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
ઉત્તર ગુજરાતમાં ગત 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લામાં ખાબક્યો હતો. બાયડ અને ભિલોડામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે ગાંધીનગરના દહેગામમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાત વરસાદ(ઇંચમાં)
બાયડ 4.8
ધનસુરા 4.3
માલપુર 2.1
મેઘરજ 1.3
મોડાસા 1.1
તલોદ 3.5
દહેગામ 2.6
અમીરગઢ 1.8
પાલનપુર 1.1
વિજાપુર 1.9
ઇડર 1.4
ખેડબ્રહ્મા 1.1