Gujarat Monsoon 2023: ગુજરાતમાં વાવાઝોડાના પગલે ચોમાસું તેના નિયત સમય કરતા મોડું છે. કેરળમાં ચોમાસું બેઠાં બાદ ગુજરાતમાં ક્યારે ચોમાસાની શરૂઆત થશ તેની રાહ જોવાઈ રહી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ હતી અને હવામાન વિભાગે અનુમાન લગાવ્યું હતું કે આગામી 24થી 48 કલાકમાં રાજ્યમાં વિધિવત ચોમાસું ઋતુની શરૂઆત થઇ જશે. અનુમાન અનુસાર આજથી ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો હોવાની જાહેરાત કેન્દ્રિય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે. 27 અને 28 જૂનના રોજ સુરત અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
IMDના DG ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છેકે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે સક્રિય છે. તેણે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રને આવરી લીધું છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુના કેટલાક ભાગોમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. તે આગામી 2 દિવસમાં આગળ વધશે અને અન્ય ભાગોને પણ આવરી લેશે. IMD અનુસાર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક વધુ ભાગો માટે દક્ષિણપશ્ચિમ ચોમાસા માટે આગામી બે દિવસની સ્થિતિ ઘણી અનુકુળ છે.
#WATCH | Southwest monsoon is active now. It has covered the whole of Maharashtra including Mumbai. Monsoon has also arrived in Madhya Pradesh, Uttar Pradesh, Delhi and parts of Haryana, Gujarat, Rajasthan, Punjab and Jammu. It will move forward in the next 2 days and will cover… pic.twitter.com/vjFRtNgZqr
— ANI (@ANI) June 25, 2023
હવામાન વિભાગન આગાહી અનુસાર, છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી મોહાલ છે અને આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે. કેટલાક ભાગોમાં હળવો તો ક્યાંક ભારે અને મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. મોચા અને બિપોરજોય વાવાઝોડાના કારણે ચોમાસું સક્રિય થવામાં થોડો વિલંબ થયો છે. જેના કારણે 25 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે.
આગામી પાંચ દિવસની વરસાદની આગાહી
27 અને 28 જૂનના રોજ વડોદરા અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. 26 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, દાહોદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, સુરત અને ભરૂચમાં ધોધમાર વરસાદ થઇ શકે છે. 27 જૂનના રોજ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને ભાવનગરમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે.
28 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે 29 જૂન અને 30 જૂનના રોજ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
