Biporjoy Live Tracking highlights: ભુજના ભવાનીપર ગામ પાસે ભારે વરસાદમાં નાનો પુલ ધોવાયો

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 16 Jun 2023 06:02 PM (IST)Updated: Sat 17 Jun 2023 01:27 PM (IST)
cyclone-biporjoy-live-tracking-map-location-live-tracker-wind-speed-current-status-imd-latest-gujarat-weather-update-147837

Biporjoy Live Tracking highlights: વિનાશક વાવાઝોડું બિપોરજોય ગઇકાલે સાંજે 6.30 વાગ્યે કચ્છના જખૌ બંદર સાથે ટકરાયું હતું. 50 કિ.મી.ની ત્રિજ્યા ધરાવતા વાવાઝોડાની આંખ એટલે કે તેનું કેન્દ્ર બિન્દુ મોડી રાત્રે જખૌમાં દાખલ થયું હતું. કેન્દ્ર બિન્દુ જખૌમાં દાખલ થતાં જ ભારે પવન ફૂંકાયા છે અને ધોધમાર વરસાદ પડ્યો છે.

બિપોરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે Cyclone Biporjoy News Live ક્લિક કરો

5 જૂનના રોજ લો પ્રેસર અને 6 જૂનથી ધીમે ધીમે આ બિપોરજોય ચક્રવાત વિનાશક વાવાઝોડામાં ફેરવાયું હતું. સતત પોતાની દિશા અને ગતિમાં ફેરફાર કરતું બિપોરજોય ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધ્યું અને 15 જૂને જખૌ બંદરે ટકરાયું હતું.

  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 05:59 PM IST: ભુજના ભવાનીપર ગામ પાસે ભારે વરસાદમાં નાનો પુલ ધોવાયો
    ભુજના ભવાનીપર ગામ પાસે, બિપોરજોય વાવાઝોડાના પ્રભાવ હેઠળ આવેલા ભારે પવન અને વરસાદમાં એક નાનો પુલ ધોવાઈ ગયો હતો. કોઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 04:54 PM IST: વાવાઝોડું ત્રાટક્યા બાદ જખૌની તસવીર
    બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ટકરાયું હતું. વાવાઝોડું ટકરાયા બાદ ભારે પવન ફૂંકાયો હતો અને અતિભારે વરસાદ વરસ્યો હતો. અતિભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવ તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 03:10 PM IST: વાવાઝોડાને લીધે બનાસકાંઠામાં 191 વીજપોલ ધરાશયી
    બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી, પાલનપુરથી મળેલા આંકડાઓ અનુંસાર વાવાઝોડાને લીધે જિલ્લામાં કુલ- 191 વીજપોલ ધરાશયી થયા છે. જેમાં સૌથી વધુ 46 જેટલાં વીજપોલ પડવાની ઘટના ધાનેરા તાલુકામાં નોંધાઇ છે. જેના લીધે જિલ્લા લગભગ 31 જેટલાં ગામોમાં વીજળી ડૂલ થઇ હતી. પરંતુ ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની અથાક મહેનત અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પરિશ્રમ કરીને ૨૫ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 02:50 PM IST: જાનગરમાં શહેરીજનો દર્શાવી રહ્યા છે સંવેદના
    બિપોરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં અનેક વૃક્ષો તેમજ વિજ થાંભલાઓ ધરાશાયી થયાં છે.જેના મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે વિવિધ વિભાગના કર્મચારીઓ ખડે પગે રાત દિવસ કામ કરી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓની જામનગરના શહેરીજનો પણ એટલા જ ભાવથી દરકાર લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. શહેરના વિવિધ સ્થળોએ કામ કરતા કર્મીઓ માટે શહેરીજનો સામે ચાલીને ચા,પાણી, નાસ્તા વગેરે જેવી મદદ પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ વરસાદ અને વાવાઝોડાના કારણે પંખીઓ ભૂખ્યા ન રહે તે માટે બહોળી સંખ્યામાં લાખોટા તળાવની પાળે પહોંચી પક્ષીઓ માટે ચણની સેવા પૂરી પાડી રહ્યા છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 01:54 PM IST: વાવાઝોડાના પગલે કચ્છમાં કોંગ્રેસના કાર્યકરોની મહત્વની બેઠક
    બિપોરજોય વાવાઝોડાના કારણે થેયલા ભારે નુકસાનને કારણે કચ્છ જિલ્લાના લોકોને જરૂરી રાહત આપવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડાએ મહત્વની બેઠક કરી હતી. બેઠક પહેલા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,વાવાઝોડાની સ્થિતિમાં કચ્છ-ગાંધીધામના લોક સચેત રહે અને સુરક્ષિત સ્થાન પર રહે. રાત્રે દરિયાના તટીય વિસ્તારોમાં ઘણું નુકસાન પહોંચ્યું છે. આજે અમે બધા અને કોંગ્રેસની ટીમ કચ્છ કોંગ્રેસ મુખ્યાલય પર હાજર છીએ. કોઇપણ મદદ-માર્ગદર્શન માટે સંપર્ક કરી શકે છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 01:10 PM IST: આર્મીના 78 જવાનો રાહત અને બચાવ કામગીરી માટે ખડેપગે
    જામનગર મિલિટરી સ્ટેશનથી દ્વારકા ગયેલા આર્મીના 78 જવાનોએ ગઈકાલ સાંજથી સમગ્ર રાત્રી દરમિયાન પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કર્યું હતું અને રાત્રે જરૂરી રાહત કાર્યવાહી હાથ ધરી હતી. લેન્ડફોલ પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે, સેનાએ દ્વારકા શહેરમાં, ભારે વરસાદ અને પવન દરમિયાન પગપાળા અને વાહનો બંનેમાં નિયમિત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ભારે પવનના પરિણામે ધરાશાયી થયેલા વૃક્ષો, ઈલેક્ટ્રીક થાંભલાઓ હટાવવા અને રાહતના પગલાંના સંદર્ભમાં પ્રશાસનની સાથે આર્મીના જવાનો દ્વારા સ્થાનિકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 11:44 AM IST: વાવાઝોડાના પગલે જામનગરમાં 6 લોકોને ઇજા
    બિપોરજોય વાવાઝોડાના કારણે જામનગર જિલ્લામાં હાલસુધીમાં એકપણ માનવ મૃત્યુ નોંધાયું નથી. 6 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થયેલ છે.જ્યારે 3 કાચા મકાનને નુકસાન થયેલ છે. જિલ્લામાં 1230 જેટલા વિજ થાંભલાઓને નુકસાન થયું છે તેમજ 164 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી રહ્યા છે.જ્યારે જિલ્લામાં 4 જેટલા પશુ મૃત્યુ નોંધાયા છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગના આગોતરા આયોજનના કારણે જિલ્લાના એકપણ માર્ગ બંદ થયા નથી.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 11:17 AM IST: વાવાઝોડું નબળું પડ્યું, ભુજથી 30 કિ.મી. દૂર
    હવામાન વિભાગ અનુસાર, આજે સવારે 8.30 વાગ્યાની સ્થિતિએ વાવાઝોડાની તિવ્રતામાં થોડો ઘટાડો આવ્યો છે. વાવાઝોડું નબળું પડીને આગળ વધી રહ્યું છે. હાલ તે ભુજથી 30 કિ.મી. દૂર છે. આજ સાંજ સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છની આસપાસ વધુ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 11:10 AM IST: જામનગરના બંદર ઉપરથી 10 નંબરનું સિગ્નલ ઉતારી 3 નંબરનું સિગ્નલ લગાવાયું
    ભારતીય હવામાન વિભાગ તરફથી તા. 16 જૂનના રોજ સવારે 6 વાગ્યે મળેલી પોર્ટ ચેતવણી મુજબ જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સના બંદરો પર ગ્રેટ ડેંજર વોર્નિંગ સિગ્નલ 10 (GD -10) ઉતારી લોકલ કોશનરી સિગ્નલ 3 (LC-3) આગામી સૂચના સુધી યથાવત રાખવામાં આવ્યું છે. તેમ ગુજરાત મેરીટાઈમ બોર્ડ જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સના બંદર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 10:32 AM IST: રાજકોટ જિલ્લામાં 70થી વધુ વૃક્ષોને રસ્તા પરથી દૂર કરાયા
    રાજકોટ જિલ્લાની ફોરેસ્ટ ટીમ દ્વારા રસ્તાઓ પર ધરાશાયી થયેલ વૃક્ષો તાત્કાલીક અસરથી દૂર કરવાની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. 52 માનવબળ સાથેની 25 ટીમ દ્વારા પાટણવાવથી માણાવદર રોડ, તોરણીયા મોટી પરબડી રોડ, જામકંડોરણા - ગોંડલ રોડ, કાગવડ - જેતપુર રોડ, ઘોઘાવદર ગોંડલ બાયપાસ રોડ સહિત અત્યાર સુધીમાં આશરે 70થી વધુ ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરીને રસ્તાઓ ક્લીઅર કરવામાં આવ્યા છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 10:24 AM IST: કચ્છમાં જાનહાનિના કોઇ અહેવાલ નથીઃ ઋષિકેશ પટેલ
    ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું છેકે, કચ્છ જિલ્લામાં હજુ સુધી માનવ જાનહાનિના કોઈ અહેવાલ નથી. હાલ મુન્દ્રા, જખૌ, કોટેશ્વર, લખફટ અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ચક્રવાત બિપોરજોયના કારણે દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સનું કામ ચાલી રહ્યું છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 09:59 AM IST: આજ સાંજ સુધીમાં વાવાઝોડું નબળું પડશે
    હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આજે સવારે 5.30 વાગ્યાની સ્થિતિએ બિપોરજોય લેન્ડફોલ કર્યા બાદ જખૌ બંદરથી 70 કિ.મી. અને નલિયાથી 50 કિ.મી. દૂર ગયુ છે અને આજે સાંજ સુધીમાં નબળું પડવાની શક્યતા છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 08:44 AM IST: કચ્છમાં વૃક્ષો ધરાશાયી
    બિપોરજોય વાવાઝોડાના વિનાશનું સાક્ષી કચ્છ બન્યું છે. કચ્છમાં કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 08:40 AM IST: મોરબીમાં 300 વિજ પોલને નુકસાન
    બિપોરજોય વાવાઝોડાને પગલે મોરબીમાં ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષ પડવાની ઘટના બની હતી તો 300થી વધુ વિજ પોલને નુકસાન થયું હોવાના અહેવાલ પણ છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 08:35 AM IST: ગોમતીઘાટમાં હજી જોવા મળી રહ્યું છે દરિયાનું રૌદ્ર સ્વરૂપ
    બિપોરજોય વાવાઝોડાની દ્વારકામાં ભારે અસર જોવા મળી રહી છે. વાવાઝોડાએ લેન્ડફોલ કર્યા પછી પણ દ્વારકાના ગોમતીઘાટ પાસે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 08:32 AM IST: દ્વારકા-કચ્છમાં ભારે પવન અને ધોધમાર વરસાદ
    બિપોરજોય વાવાઝોડાના પગલે દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યાં છે. ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 08:25 AM IST: માંડવીમાં સૂસવાટા મારતો પવન ફૂંકાયો
    બિપોરજોય વાવાઝોડાને પગલે માંડવીમાં સૂસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યાં છે. ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તંત્રની લોકોને અપીલ કરવામાં આવી છેકે, હાલની સ્થિતિને લઇને લોકો પોતાના ઘરની બહાર ન નીકળે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 12:00 AM IST: પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેઓએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 12:00 AM IST: અમદાવાદમાંથી પસાર થતી અનેક ટ્રેન પ્રભાવિત
    કચ્છના જખૌમાં ત્રાટકેલા વાવાઝોડાની અસર અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જોવા મળી છે. અમદાવાદમાં પણ ગઇકાલે ભારે પવન ફૂંકાયો હતો અને અનેક સ્થળોએ વરસાદ પણ પડ્યો હતો. વાવાઝોડાની અસરના કરાણે અમદાવાદમાંથી પસાર થતી ટ્રેનો પણ પ્રભાવિત થઇ હતી.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 16, 2023 12:00 AM IST: નાસાએ શેર કરી હતી ચક્રવાતની સેટેલાઈટ ઇમેજ
    નાસા અર્થ દ્વારા ગુજરાત પર ત્રાટકેલા વાવાઝડા બિપોરજોયની સેટેલાઈટ ઇમેજ શેર કરી હતી. ઇમેજ શેર કરતી વખતે ટ્ટીટ કરીને લખ્યું હતું કે, ચક્રવાત બિપરજોય એક સપ્તાહથી વધુ સમયથી અરબી સમુદ્રમાં હલચલ મચાવ્યા બાદ પશ્ચિમ ભારત અને દક્ષિણ પાકિસ્તાનની નજીક છે. દરિયાની સપાટીના ગરમ તાપમાને ચક્રવાતના અસામાન્ય રીતે લાંબા આયુષ્યમાં ફાળો આપ્યો હતો.