Biparjoy LIVE Tracking highlights: જખૌના દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડું, લેન્ડફોલની પ્રક્રિયા શરૂ, કેન્દ્ર બિંદુ હજી 20 કિ.મી. દૂર, કચ્છમાં અનેક વિસ્તારમાં અંધારપટ

Biporjoy Live Tracking Map Updates: આ વાવઝોડું ટકરાશે ત્યારે ત્રણથી ચાર કલાક સુધી લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 15 Jun 2023 11:08 PM (IST)Updated: Sat 17 Jun 2023 01:30 PM (IST)
live-cyclone-biparjoy-tracking-status-map-arabian-sea-imd-red-message-very-severe-cyclonic-storm-saurashtra-kutch-coasts-latest-gujarat-weather-updates-147135

Biparjoy LIVE Tracking highlights, June 15, 2023: વિનાશક બિપોરજોય વાવાઝોડું આજે ગુજરાતના દરિયે ટકરાયું છે. જખૌ બંદર પાસે ટકરાયેલા બિપોરજોય વાવઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલશે. ટકરાશે ત્યારે ત્રણથી ચાર કલાક સુધી લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. વાવાઝોડાએ લેન્ડફોલ કરતા કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ વાતાવરણમાં તેની અસર રહેશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે.

બિપોરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે Cyclone Biporjoy LIVE Tracking ક્લિક કરો

15 જૂનના રોજ વાવાઝોડાની સ્થિતિ

  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 11:00 PM IST: કેન્દ્ર બિન્દુ જખૌથી 20 કિ.મી. દૂર
    કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ પોર્ટ નજીક વાવાઝોડું ટકરાયું છે. વાવાઝોડાનું કેન્દ્ર બિન્દુ જખૌથી 20 કિ.મી. દૂર છે. 12 કિ.મી.ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા મોડી રાત સુધીમાં પૂરી થશે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 9:30 PM IST: કેન્દ્ર બિન્દુ જખૌથી 30 કિ.મી. દૂર
    કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ પોર્ટ નજીક વાવાઝોડું ટકરાયું છે. વાવાઝોડાનું કેન્દ્ર બિન્દુ જખૌથી 30 કિ.મી. દૂર છે. 12 કિ.મી.ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા મોડી રાત સુધીમાં પૂરી થશે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 08:04 PM IST: કેન્દ્ર બિન્દુ જખૌથી 40 કિ.મી. દૂર
    કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ પોર્ટ નજીક વાવાઝોડું ટકરાયું છે. વાવાઝોડાનું કેન્દ્ર બિન્દુ જખૌથી 40 કિ.મી. દૂર છે. 12 કિ.મી.ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા મોડી રાત સુધીમાં પૂરી થશે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 08:24 PM IST: કચ્છમાં અંધારપટ છવાયો
    બિપોરજોય વાવાઝોડું જખૌ બંદર નજીક ટકરાયા બાદ લેન્ડફોલની પ્રક્રિયા શરુ છે. જેના પગલે કચ્છ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં અતિભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન ફૂંકાવાના કારણે અનેક ગામોમાં વિજપોલ ધરાશાયી થયાના અહેવાલો છે. જેના કારણે કચ્છના ગામડાઓમાં અંધારપટ છવાયો છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 08:04 PM IST: કેન્દ્ર બિન્દુ જખૌથી 50 કિ.મી. દૂર
    કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ પોર્ટ નજીક વાવાઝોડું ટકરાયું છે. વાવાઝોડાનું કેન્દ્ર બિન્દુ જખૌથી 50 કિ.મી. દૂર છે. 12 કિ.મી.ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા મોડી રાત સુધીમાં પૂરી થશે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 06:55 PM IST: કેન્દ્ર બિન્દુ 5 કલાકની અંદર ટકરાશે
    વાવાઝોડાનું કેન્દ્ર બિન્દુ જખૌથી 70 કિ.મી. દૂર છે. 15 કિ.મી.ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તેનું કિન્દ્ર બિન્દુ 50 કિ.મી.ની ત્રિજ્યામાં ફેલાયેલું છે. જેથી તેનું કેન્દ્ર બિન્દુ 5 કલાકની અંદર ટકરાશે. જ્યારે વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે 115થી વધુની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 06:45 PM IST: જખૌના દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડું
    બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરે ટકરાયું છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં જમીન પર આવી વાવાઝોડું આવી જશે. કાંઠા વિસ્તારમાં 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો છે. વાવાઝોડું 5 કલાક સુધી ઉત્પાત મચાવશે. હવામાન વિભાગે નાગરીકોને પાંચ કલાક ઘરની બહાર ન નીકળવા સુચના આપી છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 05:17 PM IST: જખૌથી 80 કિ.મી. દૂર બિપોરજોય
    બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરથી 80 કિ.મી. દૂર છે. દેવભૂમિ દ્વારકાથી 130, નલિયાથી 130 અને પાકિસ્તાનના કરાચીથી 240 કિ.મી. દૂર છે. વેરાવળ, દ્વારકા અને પોરબંદરમાં 47 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યાં છે. આ વાવાઝોડાનો અમુક ભાગ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને સ્પર્શી શકે છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 04:52 PM IST: જખૌથી 100 કિ.મી. દૂર બિપોરજોય
    બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરથી 100 કિ.મી. દૂર છે. દેવભૂમિ દ્વારકાથી 150, નલિયાથી 130 અને પાકિસ્તાનના કરાચીથી 240 કિ.મી. દૂર છે. વેરાવળ, દ્વારકા અને પોરબંદરમાં 47 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યાં છે. આ વાવાઝોડાનો અમુક ભાગ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને સ્પર્શી શકે છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 04:05 PM IST: જખૌથી 110 કિ.મી. દૂર બિપોરજોય
    બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરથી 110 કિ.મી. દૂર છે. દેવભૂમિ દ્વારકાથી 160, નલિયાથી 140, પોરબંદરથી 260 અને પાકિસ્તાનના કરાચીથી 240 કિ.મી. દૂર છે. આજે રાત્રે લેન્ડફોલ કરશે. લેન્ડફોલ વખતે પવનોની ઝડપ 125થી 140 કિ.મી.ની રહી શકે છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 03:31 PM IST: જખૌથી 120 કિ.મી. દૂર બિપોરજોય
    બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરથી 120 કિ.મી. દૂર છે. દેવભૂમિ દ્વારકાથી 170, નલિયાથી 150, પોરબંદરથી 260 અને પાકિસ્તાનના કરાચીથી 240 કિ.મી. દૂર છે. હાલ તેની ઇન્ટેન્સિટી 120થી 145 કિ.મી. પ્રતિ કલાક છે. દ્વારકામાં હાલ 40 તો વેરાવળમાં 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયા છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 03:04 PM IST: જખૌથી 135 કિ.મી. દૂર બિપોરજોય
    બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરથી 135 કિ.મી. દૂર છે. દેવભૂમિ દ્વારકાથી 190, નલિયાથી 170, પોરબંદરથી 280 અને પાકિસ્તાનના કરાચીથી 230 કિ.મી. દૂર છે. હાલ તેની ઇન્ટેન્સિટી 120થી 145 કિ.મી. પ્રતિ કલાક છે. ઓખા અને દ્વારકામાં હાલ 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 02:47 PM IST: દેવભૂમિ દ્વારકામાં દરિયો ગાંડો બન્યો
    વાવાઝોડાની અસર દેવભૂમિ દ્વારકામાં વ્યાપક જોવા મળી રહી છે. વાવાઝોડું આવે તે પહેલા તોફાની પવનો ફૂંકાઈ રહ્યાં છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. ઓખા જેટીએ રસ્તાઓ પર દરિયાના પાણી પહોંચ્યા છે. ડાલડા બંદર વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસી ગયા છે. જેના કારણે ઘરનો સામાન દરિાયમાં તરતો જોવા મળ્યો હતો.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 02:12 PM IST: ઓખાના આરકે બંદરમાં ઘૂસ્યા દરિયાના પાણી
    વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 8 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 280 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 190 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 140 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 170 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 230 કિ.મી. દૂર હતું. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 01:38 PM IST: ઓખાના આરકે બંદરમાં ઘૂસ્યા દરિયાના પાણી
    ઓખામાં વાવઝોડાની અસર જોવા મળી રહી છે. ઓખાના દરિયા કાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. આરકે બંદરમાં દરિયાના પાણી ઘૂસ્યા છે. વાહનો સહિતનો સામાન દરિયાના પાણીમાં તણાયો છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 12:50 PM IST: મોરબીના નવલખી બંદર દરિયાનું રૌદ્ર સ્વરૂપ
    મોરબીના નવલખી બંદર પર દરિયામાં કરન્ટ જોવા મળ્યો હતો. પવનની ગતિમાં વધારો થયો. નવલખી બંદર અને તેની આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 12:36 PM IST: ઓખા અને માંગરોળમાં ઉંચા મોજા ઉછળ્યા
    બિપોરજોય વાવાઝોડાના પગલે વહેલી સવારથી દરિયા કિનારે ભારે પવનો ફૂંકાઈ રહ્યાં છે. ઓખા બંદરે લાંગરવામાં આવેલી બોટોને ભારે નુકસાન પહોંચ્યું છે. દરિયામાં 15થી 20 પૂંટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. ઓટા જેટીમાં પાણી ઘૂસ્યા છે. માંગરોળના દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. 10થી 15 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યાં છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 12:05 PM IST: બિપોરોજોયની લેન્ડફોલની પ્રક્રિયા સાંજે શરૂ થશે
    IMD DG મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છેકે, બિપોરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા સાંજે શરૂ થશે અને આ પ્રક્રિયા રાત સુધી ચાલુ રહેશે. પવનની ઝડપ 115-125 kmphની આસપાસ રહેશે. આ વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે જખૌ બંદરને પાર કરશે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 11:33 AM IST: પાણીનું સ્તર વધતા ગોમતીઘાટ પાણીમાં ગરકાવ
    બિપોરજોય વાવાઝોડાની અસર દ્વારકાના દરિયામાં જોવા મળી છે. દરિયો ગાંડોતૂર થયો છે. ભારે કરંટ જોવા મળી રહ્યો છે. પાણીના સ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. દરિયાના પાણી નવા ગોમતીઘાટ તરફ પહોંચ્યા છે. પાણીનું સ્તર વધવાના કારણે ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થયો છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 11:23 AM IST: ક્યાંથી કેટલું દૂર છે વિનાશક વાવાઝોડું
    વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના જખૌથી 170 કિ.મી. અને દેવભૂમિ દ્વારકાથી 210 કિ.મી. દૂર છે. આજ સાંજ સુધીમાં જખૌ પોર્ટ નજીકથી પસાર થશે તોફાની ચક્રવાત.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 11:06 AM IST: વાવાઝોડાની અસર ગુજરાતના દરિયા કાંઠામાં વર્તાઈ રહી છે. આજે સાંજે 4થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં બિપોરજોય કચ્છ અને પાકિસ્તાન વચ્ચે જખૌ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી પ્રબળ શક્યતા છે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. દ્વારકા, કચ્છ અને જામનગર જિલ્લાને રેડ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવશે તેમ તેમ પવનની ગતિમાં વધારો થશે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 10:16 AM IST: બિપોરજોય વાવાઝોડાના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયો ગાંડોતૂર બન્યો છે. માંગરોળ, પોરબંદ ર, દ્વારકા, ઓખા, માંડવી સહિતના દરિયાકાંઠામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 05:30 AM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 6 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 290 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 210 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 180 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 210 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 270 કિ.મી. દૂર હતું. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 02:00 AM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 290 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 220 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 200 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 225 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 290 કિ.મી. દૂર હતું. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું.
  • Cyclone Biparjoy Tracking Live Status, Jun 15, 2023 12:00 AM IST: વાવાઝોડું લેન્ડ કરશે ત્યારે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની તીવ્રતા વધશે. 15મી જૂનના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને પોરબંદર, રાજકોટ, મોરબી જિલ્લા કેટલાક સ્થળોએ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 16 અને 17 જૂનના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તથા રાજસ્થાનના કેટલાક સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.

14 જૂનના રોજ વાવાઝોડાની સ્થિતિ

  • Jun 14, 2023 08:30 PM IST: વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 6 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. એ સમયે આ બિપોરજોય વાવઝોડું (Cyclone Biparjoy) પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 300 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 230 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 220 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 240 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 310 કિ.મી. દૂર હતું. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું.