અંબાલાલ પટેલની આગાહીઃ 42 ડિગ્રી ગરમીમાં શેકાયા બાદ ગુજરાત ફરીથી ભીંજાશે, 28 એપ્રિલથી કરા સાથે વરસાદનું તોળાતું સંકટ

15 મેથી જૂનની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં શક્તિશાળી વાવાઝોડું સર્જાશે. જ્યારે 17 મેથી 20 જૂનની વચ્ચે અરબ સાગરમાં પણ સાયક્લોન બનવાની શક્યતા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 22 Apr 2026 04:49 PM (IST)Updated: Wed, 22 Apr 2026 04:49 PM (IST)
ambalal-patel-ni-aagahi-rising-temperatures-grip-gujarat-rain-and-storm-expected-soon
HIGHLIGHTS
  • 26 એપ્રિલ સુધી ગરમીનું જોર યથાવત રહેશે
  • પશ્ચિમી વિક્ષોપના કારણે કોઈ ભાગોમાં ગરમીમાં વધ-ઘટ રહેશે

Ambalal Patel Ni Agahi: એપ્રિલ મહિનાની શરૂઆતમાં માવઠાના નાના રાઉન્ડ બાદ ધીમે-ધીમે ગરમી આકરા તેવર બતાવી રહી છે. ઉનાળો પોતાના અસલી મિજાજમાં આવી ગયો હોય તેમ છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની પાર પહોંચી ગયું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં આકરી ગરમી બાદ માવઠાની મુસીબતની ચેતવણી આપી છે.

26 એપ્રિલ સુધી તીવ્ર ગરમીનું આક્રમણ રહેશે

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાતના પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આવી જ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસાપાસ રહેશે. આમ 26 એપ્રિલ સુધી ગરમીનું જોર રહેશે. જો કે વચ્ચે પશ્ચિમી વિક્ષોપના કારણે કોઈ-કોઈ ભાગમાં ગરમીમાં વધ-ઘટ થઈ શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વધુ એક માવઠાનો રાઉન્ડ

હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, આગામી 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવી રહ્યો છે. જેની અસરના ભાગ રૂપે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી કરાં સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 15 મે થી જૂનની શરૂઆત સુધી બંગાળના ઉપસાગરમાં એક શક્તિશાળી વાવાઝોડું સર્જાઈ શકે છે. તેમજ 17 મે થી 20 જૂનની વચ્ચે અરબ સાગરમાં પણ સાયક્લોન બનવાની શક્યતા છે.