Ahmedabad Flower Show 2024 Pics: રોશનીથી ખીલી ઉઠ્યા ફૂલો, અમદાવાદના ફ્લવાર શોની રાત્રીની રોનક

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 04 Jan 2024 11:26 AM (IST)Updated: Thu, 04 Jan 2024 12:39 PM (IST)
ahmedabad-sabarmati-riverfront-flower-show-2024-vibrant-amdavad-flower-show-looks-dazzling-in-the-night-see-pics

Ahmedabad Riverfront Flower Show 2024 Photos: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ફ્લાવર શો દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ અને પ્રકૃતિપ્રેમીઓ નદી કિનારે આયોજીત આ શોની મુલાકાત લે છે. આ વર્ષે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2024 સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમા કરવામાં આવેલી રોશનીમાં ફૂલો ખીલી ઉઠે છે. રાત્રીની રોનક પણ નિહાળવાલાયક હોય છે.

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક પ્રકારના ફૂલો સુશોભિત કરવામાં આવ્યા છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આસપાસના મુલાકાતીઓ પણ આ સમયાગાળામાં અમદાવાદમાં હોય તો એક પ્રવાસન સ્થળ તરીકે ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં છે. દિવસ દરમિયાન ફ્લાવર શોનો નજારો દર્શનિય તો હોય છે પરંતુ રાત્રીના સમયે ઝળહળતી રોશનીથી ફૂલો જાણે કે રાત્રે પણ ખીલી ઉઠ્યા હોય તેવો નજારો જોવા મળે છે. દિવસની જેમ રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો ફ્લાવર શોમાં જોવા મળે છે.

naidunia_image

ફ્લાવર શોના આકર્ષણ
ફ્લાવર શો દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, ઓલિમ્પિક સહિતની વિવિધ રમતોની થીમ, 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર લીલીયમ, 15 લાખથી વધુ ફૂલછોડના રોપા, 30થી વધુ એક્ઝોટીક, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સ, પતંગીયાની પ્રતિકૃતિ, મહિલા સશક્તિકરણ થીમ, સાત ઘોડાની પ્રતિકૃતિ સહિતના આકર્ષણો મુલાકાતીઓ નિહાળી શકે છે.

naidunia_image

શું છે ટિકીટના દર
ફ્લાવર શો મુલાકાતીઓ માટે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. ઇસ્ટ સાઇડથી ફ્લાવર શોમાં એન્ટ્રી લેવી હોય તો ફરજિયાતપણે કોમ્બો ટિકીટ લેવી પડશે. જેમાં અટલ બ્રિજ અને ફ્લાવર શોની ટિકીટ લેવી જરૂરી રહેશે.

naidunia_image

આ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન મુલાકાતીઓએ રૂ.80નો ટિકીટ દર ચૂકવવાનો રહેશે. જ્યારે શનિવાર અને રવિવારના રોજ 105 રૂપિયા ટિકીટ દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષની ઓછી ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

એ જ રીતે વેસ્ટ સાઇડથી ફ્લાવર શોમાં એન્ટ્રી લેવી હોય તો માત્ર ફ્લાવર શોની જ ટિકીટ લેવી પડશે. આ માટે મુકાલાતીઓએ સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 50 ટિકીટનો દર ચૂકવવાનો રહેશે, જ્યારે શનિવાર અને રવિવારના રોજ મુલાકાતીઓની સંખ્યામાં વધુ હોવાથી રૂ. 75 ટિકીટ દર નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષની ઓછી ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.