Ahmedabad Flower Show 2024: 30 ડિસેમ્બરથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોઃ 400 મીટરનું ફ્લાવર સ્ટ્રક્ચર ઉભુ કરાશે, સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બનશે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 26 Dec 2023 12:55 PM (IST)Updated: Tue, 26 Dec 2023 01:04 PM (IST)
ahmedabad-flower-show-2024-400-meter-flower-structure-to-be-built-sardar-patel-statue-sculpture-will-be-attraction-and-gate-will-be-shaped-like-vadnagars-toran

Ahmedabad Flower Show 2024: અમદાવાદમાં ગઇકાલથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઇ છે અને આગામી ત્રણ-ચાર દિવસ બાદ એટલે કે 30 ડિસેમ્બરથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન થવા જઇ રહ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 400 મીટરનું ફ્લાવર સ્ટ્રક્ચર ઉભું કરાશે, ફ્લાવર શોમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પ્ચર આકર્ષણ બનશે. તેમજ ગેટને વડનગરના તોરણ જેવો આકાર આપવામાં આવશે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષથી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે યોજવામાં આવતા આ ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણો ઉભા કરવામાં આવે છે. આ વખતે આતંરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો યોજવામાં આવશે. એટલે કે તેમાં માત્ર રાજ્યના જ નહીં પરંતુ વિદેશી ફૂલો અને છોડ પર જોવા મળશે. આ માટે થાઇલેન્ડ, સિંગાપોર, જર્મની, આફ્રિકા, યુરોપિયન દેશો, મલેશિયા, ચીન જેવા દેશોમાંથી ફ્લાવર મંગાવવામાં આવ્યા છે.

naidunia_image

આ વખતના ફ્લાવર શોમાં ફ્લાવર પ્લાન્ટમાંથી 400 મીટર જેટલું ફ્લાવર સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવનારું છે. જેમાં ફ્લાવર શો જોવા આવનારા નાગરિકોને અવનવા ફૂલો અને રંગ બેરંગી ફૂલો જોવા મળશે. ફ્લાવર શોમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પચર ઉભું કરવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. ફ્લાવર શોના ગેટને પણ અનોખી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં વડનગરના તોરણની ઝલક જોવા મળશે.

naidunia_image

ફ્લાવર શોની ટિકીટની વાત કરીએ તો 12 વર્ષથી વધુની ઉમર ધરાવતી વ્યક્તિ માટે 50 રૂ. ટિકીટ દર રાખવામાં આવ્યો છે. જે સોમવારથી શુક્રવાર સુધી લાગુ પડશે. જ્યારે શનિવાર અને રવિવારના રોજ દર્શકોનો ધસારો વધારે હોય એ સમયગાળા દરમિયાન પ્રવેશ ફી રૂ. 75 રાખવામાં આવી છે. ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના સ્ક્લપ્ચર, 800 પ્રકારના અવનવા છોડ, નર્સરી તથા ધાન્યની વાનગીઓ તેમજ ફૂડ કોર્ટ પણ હશે. એક અંદાજ પ્રમાણે 3 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.