Flower Show 2024 Starts Today: અમદાવાદ ફ્લાવર શો 2024નો આજે મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ, ફ્લાવર શોમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બનશે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sat, 30 Dec 2023 07:00 AM (IST)Updated: Sat, 30 Dec 2023 12:22 PM (IST)
sabarmati-riverfront-flower-show-ahmedabad-2024-the-chief-minister-will-inaugurate-today-know-about-tickets-price-time-and-attraction

Ahmedabad Flower Show 2024: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ફ્લાવર શો 2024નો આજથી 15 જાન્યુઆરી સુધી પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનો પ્રારંભ કરવાશે. અમદાવાદવાસીઓને ફ્લાવર શોમાં વૈવિધ્યસભર ફૂલો નિહાળવા મળશે. 400 મીટરનું ફ્લાવર સ્ટ્રક્ચર ઉભું કરાશે, ફ્લાવર શોમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પ્ચર આકર્ષણ બનશે. તેમજ ગેટને વડનગરના તોરણ જેવો આકાર આપવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષથી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે યોજવામાં આવતા આ ફ્લાવર શોમાં અનેક નવા આકર્ષણો ઉભા કરવામાં આવે છે.

ફ્લાવર શોના આકર્ષણ
ફ્લાવર શો દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, ઓલિમ્પિક સહિતની વિવિધ રમતોની થીમ, 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર લીલીયમ, 15 લાખથી વધુ ફૂલછોડના રોપા, 30થી વધુ એક્ઝોટીક, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સ, પતંગીયાની પ્રતિકૃતિ, મહિલા સશક્તિકરણ થીમ, સાત ઘોડાની પ્રતિકૃતિ સહિતના આકર્ષણો મુલાકાતીઓ નિહાળી શકશે.

શું છે ટિકીટના દર
ફ્લાવર શો મુલાકાતીઓ માટે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. ઇસ્ટ સાઇડથી ફ્લાવર શોમાં એન્ટ્રી લેવી હોય તો ફરજિયાતપણે કોમ્બો ટિકીટ લેવી પડશે. જેમાં અટલ બ્રિજ અને ફ્લાવર શોની ટિકીટ લેવી જરૂરી રહેશે. આ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન મુલાકાતીઓએ રૂ.80નો ટિકીટ દર ચૂકવવાનો રહેશે. જ્યારે શનિવાર અને રવિવારના રોજ 105 રૂપિયા ટિકીટ દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષની ઓછી ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

એ જ રીતે વેસ્ટ સાઇડથી ફ્લાવર શોમાં એન્ટ્રી લેવી હોય તો માત્ર ફ્લાવર શોની જ ટિકીટ લેવી પડશે. આ માટે મુકાલાતીઓએ સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 50 ટિકીટનો દર ચૂકવવાનો રહેશે, જ્યારે શનિવાર અને રવિવારના રોજ મુલાકાતીઓની સંખ્યામાં વધુ હોવાથી રૂ 75 ટિકીટ દર નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષની ઓછી ઉમરના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

ફ્લાવર શોમાં કોણ-કોણ રહેશે ઉપસ્થિત
આજથી શરૂ થઇ રહેલા ફ્લાવર શોનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે. આ તકે મેયર પ્રતિભા જૈન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય ડો. કિરીટ સોલંકી, સાંસદ હસમુખ પટેલ, રાજ્યસભા સાસંદ નરહરી અમીન, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ધારાસભ્ય અમિત શાહ, ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ, ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ, ધારાસભ્ય અમુલ ભટ્ટ, ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય કૌશિક જૈન ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત ધારાસભ્ય દિનેશ કુશવાહ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય ડો. હસમુખ પટેલ, ધારાસભ્ય બાબુસિંહ જાધવ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય કંચનબેન રાદડીયા, ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી, ઔડાના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર શાહ, ડે. મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ.શાસક પક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિ, મ્યુનિ.શાસક પક્ષ દંડક શીતલ ડાગા, રિક્રિએશન કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટી ચેરમેન જયેશ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.