Ahmedabad International Flower Show 2025: અમદાવાદીઓ માટે સારા સમાચાર, બે દિવસ વધુ ફ્લાવર શો ચાલશે, જાણો સમય અને ટિકિટ

હવે AMCના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે અને આવતીકાલે એટલે કે, 25 અને 26 જાન્યુઆરીએ ફ્લાવર શો શરૂ રહેશે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 25 Jan 2025 09:45 AM (IST)Updated: Sat, 25 Jan 2025 09:45 AM (IST)
ahmedabad-international-flower-show-2025-two-more-days-of-flower-show-know-timings-and-tickets

Ahmedabad International Flower Show 2025: અમદાવાદના રિવરફ્રન્ટ પર ગત 3 જાન્યુઆરી, 2025થી ઈન્ટરનેશનલ ફ્લાવર શો શરૂ થયો હતો. જે ગત 22 જાન્યુઆરી સુધી ચાલું રહેવાનો હતો. આ પછી લોકો AMCએ 23 અને 24 જાન્યુઆરીએ પણ ફ્લાવર શો શરૂ રાખવાનું નક્કી કર્યું હતું. ત્યારે હવે AMCના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે અને આવતીકાલે એટલે કે, 25 અને 26 જાન્યુઆરીએ ફ્લાવર શો શરૂ રહેશે.

12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવાર દરમિયાન 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. ફ્લાવર શોમાં VIP સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. જેનો સમય સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 નો રહેશે. આ સમયગાળા દરમિયાન જે લોકોને ફ્લાવર શો જોવો હવે તેના માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂપિયા 500 ફી ચૂકવવી પડશે.

ફ્લાવર શો 2025 માં 15 કરોડ ખર્ચ થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે ફ્લાવર શો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષ કરતા આ વર્ષે ફ્લાવર શોમાં સ્કલપચર અને સ્ટ્રક્ચર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 2024માં 9.72 લાખ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો. 2025 માં ફ્લાવર શોનો ખર્ચ 15 કરોડની આસપાસ થયો છે.

રિવરફ્રન્ટ ફ્લાવર ગાર્ડન ખાતે ચાલી રહેલા ફ્લાવર શોમાં મહાકાય બુકે તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટીલ સ્ટ્રક્ચરમાં તૈયાર કરાયેલા બુકેમાં વિવિધ ફુલ મુકવામાં આવ્યા છે. આ બુકેની ઉંચાઈ લગભગ 34 ફૂટ છે. બુકેને ગિનિસ બુકમાં સ્થાન મળવાનું છે. મહત્ત્વનું છે કે, 2024ના ફેબ્રુઆરીમાં UAEમાં અંદાજે 23 ફૂટનો બુકે તૈયાર કરવામાં આવ્યો હતો. આ રેકોર્ડ તોડવા આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેનાથી પણ મોટો બુકે તૈયાર કર્યો છે. અઠવાડિયાના અંતિમ દિવસોમાં નોંધણી અધિકારી હાજરીમાં બુકેની ઊંચાઈ રેકોર્ડ કર્યો. બુકેને સેવંતીના ફૂલોથી સજાવાયો છે.

મહાકાય બુકેની વિશેષતા

  • બુકેમાં 18 હજારથી વધુ છોડ
  • 10.3 મીટરને ઉંચાઈ
  • 10.9 મીટરની પહોળાઇ
  • 12301 પ્લાન્ટ સામાન્ય દિવસમાં હશે
  • 18712 પ્લાન્ટ રેકોર્ડના દિવસે મુકાશે