દશેરા પર્વ નિમિત્તે AMC ફૂડ વિભાગની સઘન તપાસ, ફાફડા-જલેબીના 71 નમૂના લેવાયા, વસ્ત્રાપુર ગાંઠીયા સીલ કરાયું

દશેરા પર્વ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફુડ વિભાગે નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે મોટી ડ્રાઇવ યોજી છે. ફાફડા-જલેબીના કુલ 71 નમૂના તપાસ અર્થે લેવાયા છે અને ખરાબ તેલ વપરાશ બદલ વસ્ત્રાપુર ગાંઠીયાને સીલ કરવામાં આવ્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 19 Oct 2026 11:13 PM (IST)Updated: Mon, 19 Oct 2026 11:13 PM (IST)
intensive-inspections-by-the-amc-food-department-on-the-occasion-of-the-festival-of-dussehra-71-samples-of-fafdajalebi-collected-and-vastrapur-ganthiya-sealed

Dussehra Food Inspection Ahmedabad: વિજયાદશમી (દશેરા)ના પર્વ નિમિત્તે અમદાવાદ શહેરના નાગરિકોને સલામત, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તથા જાહેર આરોગ્યનું હિત જળવાઈ રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દશેરા દરમિયાન શહેરમાં ફાફડા અને જલેબીની વ્યાપક માંગ રહેતી હોવાથી, વેપારીઓ દ્વારા ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

17 ઓક્ટોબર સુધી લેવાયેલા 47 નમૂનાઓનું પરિણામ

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ ફૂડ વિભાગની ટીમો દ્વારા તા. 17/10/2026 સુધીમાં શહેરની વિવિધ જાણીતી ડેરીઓ, ચવાણા એન્ડ સ્વીટ માર્ટ તથા ફરસાણના યુનિટોમાંથી ફાફડા અને જલેબીના કુલ 47 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ અર્થે 'પબ્લિક હેલ્થ લેબોરેટરી' ખાતે મોકલવામાં આવ્યા હતા. ફૂડ એનાલિસ્ટના વિશ્લેષણ અહેવાલ મુજબ, આ તમામ 47 સેમ્પલ્સ નિયમાનુસાર યોગ્ય અને ધારા-ધોરણ મુજબના જાહેર થયા છે.

જે પ્રમુખ એકમોમાંથી નમૂના લેવાયા હતા

પાલડી, બોપલ, સેટેલાઇટ અને નવરંગપુરા વિસ્તાર

  • ગોયલ મેહતા એસોસીએટસ - બ્લોક/એ/જીએફ/7, શ્રી પારશ્વા ઓરીઅન, અદાણી ગેસ સ્ટેશન પાસે, પાલડી, ઇસ્કોન ગાંઠીયા - જેટીસી-1, 2, વન વર્લ્ડ પાસે, એસ.પી. રીંગ રોડ, બોપલ, અમદાવાદ.
  • સૌરાષ્ટ્ર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - દુકાન નં. 13-14, અક્ષરધારા કોમ્પલેક્ષ-1, સચિન ટાવર સામે, સેટેલાઇટ, અમદાવાદ.
  • ન્યુ પુરોહિત ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - 7, શ્રી કૃષ્ણા કોમ્પલેક્ષ, સરકારી ટ્યુબવેલ સામે, બોપલ, અમદાવાદ.
  • પૂર્ણિમા ફુડસ - સી-2, કોર્નર કોમ્પલેક્ષ, ઓકેન પાર્ક સામે, નેહરૂનગર બીઆરટીએસ પાસે, અમદાવાદ.

બાપુનગર, ઇન્ડિયા કોલોની અને અમરાઈવાડી વિસ્તાર

  • ચંદન ભજીયા હાઉસ - 10, દિનેશ ચેમ્બર્સ, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ.
  • જય અંબે ફરસાણ (હરિભાઈ ફાફડાવાલા) - 203/2/17, સૌરાષ્ટ્ર પટેલ સોસાયટી, ભીડભંજન હનુમાન સામે, બાપુનગર, અમદાવાદ.
  • અંબીકા ફરસાણ - જોગણી માતા મંદિર પાસે, અમરાઈવાડી, અમદાવાદ.
  • ચંદન ભજીયા હાઉસ - દિનેશ ચેમ્બર્સ, શ્યામ શિખર કોમ્પલેક્ષ, બાપુનગર, અમદાવાદ.

ઓઢવ, નરોડા અને નિકોલ વિસ્તાર

  • શ્રી શિવશક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - દુકાન નં. 14/15, શ્યામવેદ રેસીડેન્સી, મનમોહન ચાર રસ્તા પાસે, વિરાટનગર, ઓઢવ, અમદાવાદ.
  • શ્રી સર્વોત્તમ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - એ/૬, મહેશનગર, ટોરેન્ટ પાવરની સામે, કેનાલ પાસે, વિરાટનગર, અમદાવાદ.
  • શ્રી આંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - એ/555, શોપીંગ સેન્ટર સામે, આદિનાથનગર, ઓઢવ, અમદાવાદ.
  • ન્યુ આંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - 3, ગોકુલનગર શોપીંગ સેન્ટર, અંબિકાનગર, ઓઢવ, અમદાવાદ.
  • શ્રી કર્મશક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - દુકાન નં. 18, 19, શ્રી કર્મશક્તિ શોપીંગ સેન્ટર, બાપા સીતારામ ચોક, સ્વામિનારાયણ મંદિર, નવા નરોડા, અમદાવાદ.
  • આંબેશ્વર ચવાણા - ઓઢવ, અમદાવાદ.
  • મિલન ગાંઠીયા - મહાદેવ ફુડ કોર્ટ, નિકોલ, અમદાવાદ.

વસ્ત્રાલ, મણિનગર, વટવા અને ઘોડાસર વિસ્તાર

  • શ્રી મેહતા સ્વીટ્સ - શ્રી કૃષ્ણા કોમ્પલેક્ષ, રામબાગ રોડ, મણિનગર, અમદાવાદ.
  • શ્રી શક્તિ ચવાણા એન્ડ ફરસાણ - શોપ નં. 49, હરિક્રિષ્ના કોમ્પલેક્ષ, કેડીલા ક્રોસિંગ, વટવા, અમદાવાદ.
  • પટેલ ખમણ હાઉસ એન્ડ નમકીન - સહજ રેસીડેન્સી કોમ્પલેક્ષ, કર્ણાવતી મેઘામોલ, તક્ષશીલા રોડ, વસ્ત્રાલ, અમદાવાદ.
  • ઓમ જલપાન ગૃહ - દેના બેંક સામે, મણિનગર ચાર રસ્તા, અમદાવાદ.
  • ગોકુલ ડેરી એન્ડ સ્વીટ પેલેસ - 20, આશા સોસાયટી, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, ઇસનપુર, અમદાવાદ.
  • મહાલક્ષ્મી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - મહાદેવનગર, વસ્ત્રાલ, અમદાવાદ (ફાફડા નમૂનો).
  • મહાલક્ષ્મી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - મહાદેવનગર, વસ્ત્રાલ, અમદાવાદ (જલેબી નમૂનો).
  • ઓમ શક્તી ચવાણા ભંડાર - પુનીતનગર, વટવા રોડ, વટવા, અમદાવાદ.
  • કાંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - ઘોડાસર, અમદાવાદ.

ગોતા, ચાંદલોડીયા, નવા રાણીપ અને સાબરમતી વિસ્તાર

  • સૌરાષ્ટ્ર ગાંઠીયા રથ - શોપ નં. 11, શાંતિદીપ-2, નિશાન પ્રાઇડ સામે, જીએસટી પાસે, બ્રીજ રોડ, નવા રાણીપ, અમદાવાદ.
  • મહારાજ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - 2, રોયલ રેસીડેન્સી, વંદે માતરમ રોડ, ચાંદલોડીયા, અમદાવાદ.
  • અગ્રવાલ કેટરર્સ - શોપ નં. 2, પુરૂષોત્તમનગર, પીંક સીટી પાસે, રાણીપ, અમદાવાદ.
  • સૌરાષ્ટ્ર ગાંઠીયા - વંદેમાતરમ રોડ, ગોતા, અમદાવાદ (ફાફડા નમૂનો).
  • સૌરાષ્ટ્ર ગાંઠીયા - વંદેમાતરમ રોડ, ગોતા, અમદાવાદ (જલેબી નમૂનો).
  • રાધે ખમણ - દુકાન નં. 7, કૃષ્ણમ રેસીડેન્સી, ન્યુ રાણીપ, અમદાવાદ.
  • ગાંઠીયા રથ (સૌરાષ્ટ્ર-૨) - શોપ નં. 11, શાંતિદીપ-૨, જીએસટી રોડ, ન્યુ રાણીપ, અમદાવાદ.
  • મહારાજ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - 2, રોયલ રેસીડેન્સી, ગોતા, અમદાવાદ.
  • જશવંતકુમાર ફરસાણ સેન્ટર - ચાંદખેડા, અમદાવાદ.
  • અમ્રુત સ્વીટ એન્ડ ફરસાણ - વંદેમાતરમ રોડ, ગોતા, અમદાવાદ.

શાહીબાગ, દુધેશ્વર, વેજલપુર અને અન્ય વિસ્તારો

  • રૂપાલી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - 27/7/3/10/એ, રાધપુર સોસાયટીની સામે, ભૈરવનાથ રોડ, અમદાવાદ.
  • મહાલક્ષ્મી ચવાણા એન્ડ સ્વીટ - શોપ નં. 4, ગવર્મેન્ટ-એ કોલોની, પોલીસ લાઇન સામે, દેવજીપુરા, દુધેશ્વર રોડ, અમદાવાદ.
  • શ્રી કાંમ્બેશ્વર સ્વીટ્સ એન્ડ નમકીન - જી/19, ઘેવર કોમ્પલેક્ષ, રાજસ્થાન હોસ્પિટલ રોડ, શાહીબાગ, અમદાવાદ.
  • મહાવીર ગાંઠીયા - બળીયાદેવ મંદિર પાસે, વેજલપુર, અમદાવાદ (જલેબી નમૂનો).
  • મહાવીર ગાંઠીયા - બળીયાદેવ મંદિર પાસે, વેજલપુર, અમદાવાદ (ફાફડા નમૂનો).
  • શ્રી અર્બુદા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ - વેજલપુર, અમદાવાદ.
  • ઓમ શિવ નાસ્તા સેન્ટર - ન્યુ નારોલ, લાંભા, અમદાવાદ.
  • કપીલરાજ ભજીયા એન્ડ સ્વીટ હાઉસ - રામનગર, સાબરમતી, અમદાવાદ.
  • નવરાત્રી સ્વાદ ફુડ સ્ટોલ - પરંપરા નવરાત્રી, મકરબા, સરખેજ, અમદાવાદ.
  • જલારામ ફરસાણ હાઉસ - શાસ્ત્રીનગર, નારણપુરા, અમદાવાદ (ફાફડા).
  • જલારામ ફરસાણ હાઉસ - શાસ્ત્રીનગર, નારણપુરા, અમદાવાદ (જલેબી).
  • શ્રી કાંમ્બેશ્વર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ - જી-19, ઘેવર કોમ્પલેક્ષ, શાહીબાગ, અમદાવાદ.

આજરોજ 15 યુનિટો પર દરોડા અને 24 નવા નમૂના એકત્ર કરાયા

વિભાગ દ્વારા તપાસની કામગીરી વધુ તેજ બનાવીને આજે વધુ 15 જેટલા ખાદ્ય ધંધાકીય એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાંથી 24 નવા ખાદ્ય નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

કાંકરીયા, મણિનગર, ખોખરા અને ખાડિયા વિસ્તાર

  • લખનઉ જલેબી - કાંકરીયા, અમદાવાદ
  • સત્યનારાયણ પાન પાર્લર (કાચો મંડપ) - ખાડિયા, અમદાવાદ
  • લક્ષ્મી ગાંઠીયા રથ - મણિનગર, અમદાવાદ
  • શ્રી જલારામ ફરસાણ કોર્નર - ધરણીધર કોમ્પલેક્ષ, મણિનગર, અમદાવાદ
  • નિલકંઠ ચવાણા એન્ડ ફરસાણ માર્ટ - ખોખરા, અમદાવાદ

નિકોલ અને ઠક્કરનગર વિસ્તાર

  • મિલન ગાંઠીયા - નિકોલ, અમદાવાદ
  • ગણેશ નાસ્તા હાઉસ (કાચો મંડપ) - શુકન ચોકડી, નિકોલ, અમદાવાદ
  • શ્રીજી સમોસા, કચોરી, ફાફડા-જલેબી - ભવાની ચોક, નિકોલ, અમદાવાદ
  • જાન્વી ફરસાણ એન્ડ કેટરર્સ - ઘનશ્યામ વીલા પાસે, ઠક્કરનગર રોડ, નિકોલ, અમદાવાદ

નહેરૂનગર, વસ્ત્રાપુર, પાલડી અને એસ.જી. હાઇવે વિસ્તાર

  • વસ્ત્રાપુર ગાંઠીયા (સીલ કરવામાં આવેલ) - સૈલાભ કોમ્પલેક્ષ, વસ્ત્રાપુર તળાવ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ
  • લક્ષ્મી ગાંઠીયા રથ - નહેરૂનગર સર્કલ, અમદાવાદ
  • જુના શેર બજાર સ્વીટ એન્ડ ચવાણાવાળા - નહેરૂનગર સર્કલ, અમદાવાદ
  • ભાવનગરી ફરસાણ હાઉસ - સુમેરૂ સેન્ટર, પગરખા બજાર, પાલડી, અમદાવાદ
  • ધનરાજ એન્ટરપ્રાઇઝ - રાજપથ ક્લબ પાસે, એસ.જી. હાઇવે, અમદાવાદ

શાહીબાગ વિસ્તાર

  • સૌરાષ્ટ્ર ગાંઠીયા રથ - શાહીબાગ, અમદાવાદ

વસ્ત્રાપુર ગાંઠીયા સીલ, 10 એકમોને નોટિસ અને રૂ. 40,000નો દંડ

આજની કાર્યવાહી દરમિયાન AMCના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થો તળવા માટે વપરાતા તેલની ગુણવત્તા ચકાસવા માટે TPC (Total Polar Compounds) મશીન અને રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એકમ સીલ કરાયું

વસ્ત્રાપુર તળાવ સામે આવેલા 'વસ્ત્રાપુર ગાંઠીયા' (સૈલાભ કોમ્પલેક્ષ) ખાતે તળવા માટે વપરાતા તેલનું TPC પ્રમાણ 32 આવતા (જે નિયમ મુજબ મર્યાદાથી વધુ છે), જાહેર આરોગ્યના હિતમાં આ દુકાનને તુરંત અસરથી સીલ (Sealed) કરવામાં આવી છે.

દંડ અને નોટિસ: ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન કરનારા 10 ખાદ્ય ધંધાકીય એકમોને નોટિસ પાઠવીને સ્થળ પર જ રૂ. 40,000/- ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.

AMC ફૂડ વિભાગની કડક કાનૂની કાર્યવાહીની તાકીદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે સ્પષ્ટતા કરી છે કે Food Safety and Standards Act, 2006 હેઠળ તમામ વેપારીઓએ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તહેવાર દરમિયાન કોઈપણ વેપારી દૂષિત, વાસી કે ગુણવત્તાહીન ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા પકડાશે અથવા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવશે.