Ahmedabad: નારોલમાં પત્નીના આડા સબંધોથી કંટાળી પતિનો આપઘાત, વોટ્સએપ પર સ્યુસાઈડ નોટ મૂકી સીલિંગ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો

અમદાવાદના નારોલમાં પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળી પતિએ આપઘાત કર્યો. પોલીસે મૃતકના વ્હોટ્સએપ પર મળેલી સ્યુસાઈડ નોટના આધારે પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Nov 2026 07:57 PM (IST)Updated: Sat, 28 Nov 2026 07:57 PM (IST)
ahmedabad-news-husband-commit-suicide-for-fed-up-with-wife-extramarital-affairs-in-narol
ફાઈલ ફોટો

Ahmedabad: શહેરના નારોલ વિસ્તારમાં પત્નીના અનૈતિક સબંધોના કારણે માનસિક ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. યુવકે ગળેફાંસો ખાતા પહેલા વ્હોટ્સએપ પર સેન્ડ કરેલી સ્યુસાઈડ નોટના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નારોલમાં રહેતા હરપાલસિંહ યાદવ (45) ના પુત્ર જતિનના આજથી દોઢેક વર્ષ પૂર્વે અમિષા ઉર્ફે સ્નેહા નામની યુવતી સાથે કોર્ટ મેરેજ થયા હતા. જો કે છેલ્લા 6 મહિનાથી અમિષા પોતાના પતિથી અલગ રહેતી હતી. આ દરમિયાન અમિષાના મહિર શેખ નામના યુવક સાથે વાત કરતી હોવાથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી.

પતિએ અંતિમ પગલું ભરતા પહેલા સ્યુસાઈડ નોટમાં પત્નીની બેવફાઈનો ઉલ્લેખ કર્યો

ગત 16 નવેમ્બરે જતિને ઘરની સીલિંગ સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે બાદ પરિવારજનોએ પોતાના વતન ઉત્તર પ્રદેશ લઈ જઈને અંતિમ વિધિ પતાવીને અમદાવાદ આવ્યા હતા. આ દરમિયાન જતિનના મોબાઈલ ફોનમાં વ્હોટ્સએપ પર મૂકેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

સ્યુસાઈડ નોટમાં જતિને પત્ની અમિષાની બેવફાઈનો ઉલ્લેખ કર્યો હતો અને પોતાના મોત માટે તેને જવાબદાર ગણાવી હતી. આ સ્યુસાઈડ નોટના આધારે મૃતક જતિનના પિતા હરપાલસિંહે નારોલ પોલીસ મથકમાં પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો નારોલ પોલીસે અમિષા ઉર્ફે સ્નેહા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.