National News: કોંગ્રેસ નેતા (Congress Leader) સોનિયા ગાંધીની નાગરિક્તા (Sonia Gandhi Citizenship) અને મતદાર યાદીમાં નામ નોંધણી (Sonia Gandhi Voter List) સાથે સંકળાયેલા કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police) આજ રોજ રાઉઝ એવન્યુ સ્થિત એડિશન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે.
પોલીસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 1980માં સોનિયા ગાંધી ભારતીય નાગરિક નહતા. આમ છતાં તેમનું નામ તે વર્ષની મતદાર યાદીમાં નોંધાઈ ગયું હતુ. સોનિયા ગાંધીને 1983માં ભારતીય નાગરિક્તા મળી હતી. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ બાબતની પુષ્ટિ કરીછે. આ મામલે આગામી સુનાવણી 14 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ગૃહ મંત્રાલય અને ERO તરફથી પુષ્ટિ બાદ ચૂંટણી અધિકારીને નોટિસ છતાં કોઈ જવાબ નહીં
હકીકતમાં વકીલ વિકાસ ત્રિપાઠીએ 24 ઓગસ્ટ, 2025ના રોજ એક ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ભારતીય નાગરિક્તા મેળવ્યા પહેલા જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યું હતુ.
આ સમગ્ર કેસની સુનાવણી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિનોદ જોશીની કોર્ટમાં ચાલી રહી છે. આજ રોજ દિલ્હી પોલીસ તરફથી તુગલક રોડ પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર યશવંતે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો.
પોલીસે કોર્ટમાં જણાવ્યું કે, દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ જારી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમનો જવાબ નથી મળ્યો. આથી તપાસ પુરી કરવામાં થોડા વધુ સમયની જરૂર છે.
26 નવેમ્બર, 2026ના રોજ ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (ERO)ના કાર્યાલય તરફથી મળેલા પત્રમાં પુષ્ટિ કરવામાં આવી છે કે, સોનિયા ગાંધીનું નામ 1980 અને 1983ના વર્ષની મતદાર યાદીમાં નોંધાયેલુ હતુ. જો કે ફોર્મ 6 અને અન્ય સબંધિત ડોક્યુમેન્ટ હજુ સુધી નથી મળ્યા, જેની તપાસ ચાલી રહી છે.
મતદાર યાદી સબંધિત તમામ રેકોર્ડ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની કચેરીમાં રાખવામાં આવે છે. કોર્ટે સમગ્ર મામલે ઈન્વેસ્ટિગેશન ઑફિસરને આગળની તપાસ તેમજ સંભાવિત ગુના સંદર્ભે સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. આ સાથે જ તુગલક રોડ પોલીસ સ્ટેશનના SHOને આ કેસમાં ક્યો ગુનો બને છે, તેની સ્પષ્ટતા કરવાનો હુકમ કરાયો છે.
