Ahmedabad Bagodara Highway Accident: બગદોરા પાસે ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતાં 10 લોકોના મોત, CM અને PMએ શોક વ્યક્ત કર્યો

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 11 Aug 2023 05:42 PM (IST)Updated: Fri 11 Aug 2023 11:11 PM (IST)
ahmedabad-bagodara-highway-accident-10-killed-and-3-injured-as-mini-truck-entered-behind-the-truck-177545

Ahmedabad Bagodara Highway Accident: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા પાસે ઉભેલા ટ્રક પાછળ છોટા હાથી ઘૂસી જતાં 10 લોકોના મોત નીપજ્યાં હતા. છોટા હાથીમાં સવાર લોકો ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દુઃખદ ઘટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર માર્ગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને રૂ. 50,000 આપવાની પણ જાહેરાત કરી હતી.

સ્વાસ્થ્ય મંત્રી ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા સિવિલ પહોંચ્યા
ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ શુક્રવારે રાતે બાવળા-બગોદરા હાઈવે પર માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મળવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારની સંવેદના તમામ પીડિતો સાથે છે. આ સાથે જ તેમણે હોસ્પિટલ હોસ્પિટલ તંત્રને જરુરી તમામ સારવાર અને સેવા સત્વરે પુરી પાડવા તાકીદ કરી હતી. જ્યારે આ માર્ગ અકસ્માતમાં દેવલોક પામેલ તમામ દિવંગત આત્માઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને તેમના પરિવારજનોને આ દુ:ખદ ક્ષણ અને આઘાત સહન કરવાની શક્તિ અર્પે તે માટે પ્રાર્થના કરી હતી.

બનાવની પ્રાપ્ત પ્રાથમીક માહિતી અનુસાર, ચોટીલાથી દર્શન કરીને અમદાવાદ તરફ આવી રહ્યા હતા. ત્યારે છોટા હાથી એક ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી ગયું હતું. છોટ હાથીમાં આગળ ત્રણ અને પાછળ 10 લોકો બેઠા હતા. આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા હતા.

બનાવની જાણ થતાં પોલીસ અને સ્થાનિકો પહોંચ્યા હતા. 3 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. મૃતકોમાં 5 મહિલા, 2 પુરુષ અને ત્રણ બાળકો હોવાનું હાલ જાણવા મળ્યું છે. બગોદરા પાસે અકસ્માતનો ભોગ બનેલા તમામ કપડવંજના સુણદા ગામના રહેવાની હોવાનું જાણવા મળ્યું છે.

એસપી અમિત વસાવાએ જણાવ્યું છેકે, રોડના કિનારે પંક્ચર પડેલી એક ટ્રક ઉભી હતી અને ખેડા જિલ્લાના મુસાફરો મીની ટેમ્પોમાં બેસીને રાજકોટથી અમદાવાદ તરફ આવી રહ્યાં હતા જે દરમિયાન આ બંધ પડેલા ટ્રક સાથે મુસાફરોનું વાહન અથડાયું હતું. મીની ટેમ્પોમાં 23 લોકો બેઠા હતા. જેમાં 5 મહિલા, બે પુરુષો અને ત્રણ બાળકો સહિત 10 લોકોના મોત નીપજ્યાં છે. બનાવ અંગે પોલીસ, આરટીઓ અને એનએચએઆઇ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇજાગ્રસ્તોમાંથી 2ની હાલત ગંભીર છે.