Entertainment News: 'સૈયારા'ની સક્સેસ પાર્ટીમાં અહાન પાંડેએ અનીત પડ્ડાને પ્રેમથી કિસ કરી, બન્નેની કેમેસ્ટ્રી જોઈ ફેન્સ એક્સાઈટેડ

અહાનની માતા ડીન પાંડેએ પણ સૈયારાની સક્સેસ પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેમણે ફિલ્મના ડિરેક્ટર મોહિત સુરીનો આભાર માન્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 10 Aug 2025 06:41 PM (IST)Updated: Sun 10 Aug 2025 06:41 PM (IST)
entertainment-news-ahaan-panday-kiss-to-aneet-padda-on-saiyaara-film-success-party-582823
HIGHLIGHTS
  • અહાન પાંડેના ફેન પેજના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરાયો
  • સૈયારા ફિલ્મની ગ્લોબલી કમાણી 500 કરોડને પાર પહોંચી

Entertainment News | Saiyaara Success Party : અહાન પાંડે (Ahaan Panday) અને અનીત પડ્ડા (Aneet Padda) પોતાની પહેલી ફિલ્મ 'સૈયારા' (Saiyaara)ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મે બૉક્સ ઑફિસ પર અનેક રેકોર્ડ તોડી દીધા છે અને હજુ પણ ફિલ્મમાં દર્શકોનો ભરપુર પ્રેમ મળી રહ્યો છે. તાજેતરમાં જ આ ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પાર્ટીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અહાન પાંડે પ્રેમથી અનીત પડ્ડાના માથા પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ મોમેન્ટ જોઈને ફેન્સ પણ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે. આ વીડિયોને અહાન પાંડેના એક ફેન પેજ દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

કલાકારનો અંદાજ તેમના ઑફ સ્ક્રીન રિલેશન અને ફ્રેન્ડશિપને દર્શાવે છે. એક ફેન્સે તો કૉમેન્ટમાં લખ્યુ છે કે, ખુશીના માર્યો પાગલ થઈ રહ્યો છું. એક યુઝર્સે લખ્યું- એક મિત્રતાભરી કિસ. કંઈ સ્પેશિયલ નથી.

અહાનની માતા ડીન પાંડેએ પણ સૈયારાની સક્સેસ પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, મારો દીકરો પોતાના ડિરેક્ટર પરથી નજર જ નથી હટાવી રહ્યો. હું તેમના પ્રત્યે તેનો પ્રેમ જોઈ શકુ છું. આ સાથે જ તેમણે મોહિત સુરીનો આભાર માન્યો.

જે બાદ તેમણે અહાન અને અનિતના પણ વખાણ કર્યા હતા. મોહિત સુરી દ્વારા ડિરેક્ટેડ સૈયારા ફિલ્મે માત્ર ભારત જ નહીં, દુનિયાભરના દર્શકો પર અમિટ છાપ છોડી છે. અત્યાર સુધીમાં ભારતીય બોક્સ ઑફિસ પર ફિલ્મનું કલેક્શન 300 કરોડની પાર પહોંચી ચૂક્યું છે. જ્યારે ગ્લોબલી આ ફિલ્મની કમણી 500 કરોડની પર પહોંચી ચૂકી છે. અહાન અને અનિત ઉપરાંત આ ફિલ્મમાં આલમખાન, સિડ મક્કડ, શાન ગ્રોવર અને વરુમ બડોલા જેવા કલાકારો પણ સામેલ છે.