Government Jobs:ફિઝીકલ સાયન્સ, IT સહિત વિવિધ કેટગરીમાં નિકળી કેન્દ્ર સરકારની ભરતી, જાણો આ માહિતી

જે વિદ્યાર્થીઓ એન્જીનીયરિંગ, IT કે સાયન્સમાં પોતાની કરિયર ઘડવાની યોજના ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે ભારત સરકારમાં એક શાનદાર તક જોવા મળી રહી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 28 Nov 2026 11:18 AM (IST)Updated: Sat, 28 Nov 2026 11:18 AM (IST)
central-government-recruitment-announced-across-various-categories-including-physical-sciences-and-it-read-the-details-here

Government Jobs:જે વિદ્યાર્થીઓ એન્જીનીયરિંગ, IT કે સાયન્સમાં પોતાની કરિયર ઘડવાની યોજના ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે ભારત સરકારમાં એક શાનદાર તક જોવા મળી રહી છે. ભારત સરકાર UPSC મારફતે આ સેક્ટરમાં કૂલ 20 જગ્યા ભરવા જઈ રહેલ છે. યોગ્યતા અંગે વાત કરવામાં આવે તો ફિઝીકલ સાયન્સ, આઈટી તથા ગણિતના વિષય સાથે ઉમેદવારે માસ્ટર ડિગ્રી હાંસલ કરેલી હોવી જરૂરી છે અને ઉંમર અને પગારની સ્થિતિ જોવામાં આવે તો બિનઅનામત કેટેગરીમાં ઉમેદવારોની ઉંમર મહત્તમ 30 વર્ષ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા એસસી તથા એસટી વર્ગો માટે ઉંમરમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ વિવિધ જગ્યાઓ માટે પગાર દર મહિને રૂપિયા 56000થી રૂપિયા 1.77 લાખ સુધી છે. આ પગાર 7માં પગાર પંચ પ્રમાણે ચૂકવણી પાત્ર બને છે.

 વિવિધ જગ્યા પર ઉમેદવારોની પસંદગી

આ વિવિધ જગ્યા પર ઉમેદવારોની પસંદગી અને પ્રક્રિયા ઓનલાઈન છે. ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે અને તેમણે ગેટ સ્ટોકના આધાર પર શોર્ટ લિસ્ટીંગ કરવાની પ્રક્રિયા રહેશે. આ પ્રક્રિયા બાદ બીજા તબક્કામાં પર્સનલ ઈન્ટરવ્યુ રહેશે તથા ત્યારબાદ અંતિમ પસંદગી અગાઉ ડોક્યુમેન્ટની યોગ્ય ચકાસવણી કરવામાં આવશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન પ્રક્રિયાથી આઈટી એટલે કે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન મંત્રાલયની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. અહીં આ પોર્ટલ પર ઉમેદવારોને સંબંધિત જગ્યા માટે નોટિફિકેશન, યોગ્યતા, અનામત સંબંધિત નીતિ અને પરીક્ષાની અંતિમ તારીખ અંગે માહિતી પૂરી પાડવામાં આવશે. 

 શૈક્ષણિક યોગ્યતા

શૈક્ષણિ અંગે વાત કરીએ તો જગ્યા સંબંધિત કેટેગરીના વિષયોમાં વર્ષ 2024, 2025 અથવા 2026 ગેટ સ્કોર હોવો જરૂરી છે. જ્યારે શૈક્ષણિક યોગ્યતા જોઈએ તો ફિઝીકકલ ફાયન્સ, કોમ્પ્યુટેશનલ એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ અને મેથેમેટિકલ સાયન્સમાં હોવી જરૂરી છે.