Austria Visa:યુરોપનો આ સુંદર દેશ ઓસ્ટ્રિયા ભારતીયોને માટે ઈશ્યુ કરે છે સ્પેશિયલ વિઝા, જોબ અને સ્ટડીમાં બને છે ખૂબ ઉપયોગી

જો તમે યુરોપના દેશો હવે પર્યટન અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે પ્રયત્નશીલ થયું છે. આ માટે તેઓ જોબની સાથે સાથે શ્રેષ્ઠ શિક્ષણની ઓફર પણ ધરાવે છે. ભારતીયોમાં સૌથી લોકપ્રિય એવા ઓસ્ટ્રિયા દેશ સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 25 Nov 2026 01:37 PM (IST)Updated: Wed, 25 Nov 2026 01:37 PM (IST)
austria-issues-special-visas-for-indians-that-prove-highly-useful-for-employment-and-study-purposes
US-Visa-Bond-1791046335312.webp

Austria Working Holiday Visa:જો તમે યુરોપના દેશો હવે પર્યટન અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે પ્રયત્નશીલ થયું છે. આ માટે તેઓ જોબની સાથે સાથે શ્રેષ્ઠ શિક્ષણની ઓફર પણ ધરાવે છે. ભારતીયોમાં સૌથી લોકપ્રિય એવા ઓસ્ટ્રિયા દેશ સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. આ માટે આ દેશ ભારતીય લોકોને એક વર્ષ માટે આવવા માટે ખાસ પ્રોગ્રામ ધરાવે છે. અલબત આ પ્રકારના વર્કિંગ વિઝા માટે કેટલાક માપદંડોનું પાલન કરવું જરૂરી બને છે. ઓસ્ટ્રિયા તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વિઝા મારફતે ભારતીય લોકો દેશની મુલાકાત લઈ શકે છીએ.

ઓસ્ટ્રિયા અને ભારત પરસ્પર વિઝા સુવિધા

સંસ્કૃતિ તથા દૈનિક જીવનને લઈ સમજવાની તક મળી શકશે.આ વીઝાનો લાભ ભારતના વિદ્યાર્થીઓ પણ લઈ શકે છે અને તેઓ યુરોપના બજારમાં જઈને જોબ માર્કેટને વધારે સારી રીતે સમજી પોતાની કૌશલના આધારે નોકરી મેળવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રિયા અને ભારત પરસ્પર એકબીજાના દેશોના નાગરિકો માટે દર વર્ષે 200 વિઝા ઈશ્યુ કરે છે. ઓસ્ટ્રિયા સરકાર આ વિઝાને નેશનલ વીઝા ડી-વર્કિંગ હોલીડે પ્રોગ્રામ હેઠળ આપે છે.

ઓસ્ટ્રિયા દ્વારા વર્કિંગ હોલિડે પ્રોગ્રામ

ઓસ્ટ્રિયા દ્વારા ઈશ્યુ કરવામાં આવતા આ પ્રકારના વિઝાથી ભારતીય નાગરિકો 12 મહિના સુધી હરી-ફરી શકે છે. જોકે જોબ કે કામ કરવા માટે આ સમય ગાળો ઓછો હોય છે. તે મહત્તમ 6 મહિના માટે જોબ કરી શકે છે.ઓસ્ટ્રિયા દ્વારા વર્કિંગ હોલિડે પ્રોગ્રામમાં કેવી રીતે અરજી કરી શકાય છે તે અંગે વાત કરીએ તો આ માટે નિયત સમય દરમિયાન અરજદારે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવતા ઓસ્ટ્રિયા જોઈન્ટ એનાઉન્સમેન્ટ હેઠળ કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે.

 18 વર્ષથી 30 વર્ષ હોવી જરૂરી

આ માટે કેટલીક યોગ્યતા કેળવવી ખૂબ જરૂરી બને છે. અરજી કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અને તેમની પાસે ભારતનો માન્ય પાસપોર્ટ હોવો જોઈએ. વિઝા માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 30 વર્ષ હોવી જરૂરી છે. અલબત અરજી કરનાર ઓસ્ટ્રિયામાં નોકરી તથા શિક્ષણને સેકન્ડરી એક્ટિવિટી માનતા હોવા જોઈએ. આ ઉપરાંત ઓસ્ટ્રિયા જવાની સાથે સાથે પરત ફરવાની ટિકિટ ખરીદી શકાય એટલા પૈસા હોવા જરૂરી છે. અરજી કરનાર વ્યક્તિ કોઈ જ પ્રકારના ગુનાહિત રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ નહીં.