Study In US:અમેરિકામાં અભ્યાસ કરવો વિદેશી વિદ્યાર્થીઓ માટે મોંઘો થશે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટૂંક સમયમાં નિર્ણય કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી વધારે તેવી શક્યતા છે. ટેરિફના મુદ્દે સતત આક્રમક વલણ અપનાવ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે અમેરિકામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નવી મુશ્કેલી સર્જી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Nov 2026 08:41 AM (IST)Updated: Mon, 23 Nov 2026 08:41 AM (IST)
studying-in-us-will-become-expensive-for-foreign-students-president-trump-will-make-a-decision-soon

Study In US:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી વધારે તેવી શક્યતા છે. ટેરિફના મુદ્દે સતત આક્રમક વલણ અપનાવ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે અમેરિકામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નવી મુશ્કેલી સર્જી શકે છે. હકીકતમાં અમેરિકામાં શિક્ષણ સેક્ટર સંકળાયેલ નિષ્ણાતોનું માનવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટ માટે નવા નિયમ અને મોટા પ્રમાણમાં ચાર્જીસ લાગુ કરે તેવી પૂરી શક્યતા છે. અમેરિકામાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં તાજેતરના સમયમાં 15 ટકા જેટલો ધરખમ ઘટાડો થયો છે ત્યારે આગામી સમયમાં ભારતીય વિદ્યાર્થીઓ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લેવામાં આવનાર નિર્ણયની વિપરીત અસર થઈ શકે છે.

અમેરિકામાં 11 લાખ વિદેશી વિદ્યાર્થી

વર્તમાન માહિતી પ્રમાણે અમેરિકામાં અંદાજે 1.1 મિલિયન એટલે કે 11 લાખ વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. નીતિમાં સૂચવવામાં આવેલા નવા ફેરફારો માત્ર તેમના શૈક્ષણિક અભ્યાસક્રમ પૂરતા મર્યાદિત નહીં રહે પણ અભ્યાસ પૂરો કર્યા બાદ મળતી નોકરી-રોજગારીની તકો પર પણ તેની સીધી અસર પડી શકે છે. આ પરિસ્થિતિને લીધે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકાનું આકર્ષણ અગાઉ જેટલું નહીં રહે.

અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાનો માહોલ

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પૂર્વ વરિષ્ઠ અધિકારી ડેનિયલ ડેલગાડોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ વહીવટીતંત્રે શરૂઆતના તબક્કામાં જે આકરા નિર્ણયો લીધા હતા અને તેનાથી શિક્ષણના સમગ્ર અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હતો. જોકે, હવે વહીવટીતંત્ર પોતાના એ જ કડક વલણને ઔપચારિક અને કાયમી નીતિનું સ્વરૂપ આપી રહ્યું છે, જે અમેરિકા માટે મોટી ચિંતાનો વિષય છે.

ફીમાં થઈ શકે છે મોટો વધારો

અત્રે ઉલ્લેખનીય છે કે યુનિયન કેબિનેટ દ્વારા ગયા મહિને રજૂ કરેલી દરખાસ્તમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 70 હજાર ડોલર ચાર્જીસ ચુકવવા માટે માંગ કરવામાં આવી હતી. જ્યારે ટેકનોલોજી, એન્જીનિયરિંગ, ગણિત જેવા વિષયો સાથે ગ્રેજ્યુએશન પૂરું કરનારને OPTની મુદત વધારવા માટે 30 હજાર ડોલર ચાર્જીસ ચુકવવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું.