New Zealand Study And Work Visa: ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરીને સારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે અભ્યાસક્રમો ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ વર્ક વિઝાની ઓફર ધરાવે છે. સામાન્ય રીતે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા,UK અને અમેરિકામાં અભ્યાસનું વિશેષ આકર્ષણ હોય છે. ન્યૂઝીલેન્ડ પણ તેમની પસંદગીની યાદીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડમાં ફક્ત 6 મહિનાનો ટૂંકા ગાળાનો અભ્યાસ પસંદ કરીને શોર્ટ-ટર્મ ગ્રેજ્યુએટ વર્ક વિઝા શરૂ કરી શકે છે.આ રીતે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સાથે વિદેશમાં નોકરી મેળવવાની સોનેરી તક મેળવી શકે છે.
કયા લેવલના અભ્યાસક્રમો કરી શકાય છે
ન્યૂઝીલેન્ડના ક્વોલિફિકેશન એન્ડ ક્રેડેન્શિયલ્સ ફ્રેમવર્ક(NZQCF) લેવલ 5થી 7ના સર્ટીફિકેટ અને ડિપ્લોમાં અભ્યાસ સાથે ક્વોલિફિકેશનને પૂરી કરનાર વિદ્યાર્થીઓને વિઝા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે લેવલ-5માં સર્ટીફિકેટ તથા ડિપ્લોમાં અભ્યાસક્રમો આવે છે, જ્યારે લેવલ-6માં સર્ટીફિકેટ અને ડિપ્લોમા ઉપરાંત ટેકનિકલ અભ્યાસક્રમો આવે છે. જ્યારે લેવલ-7માં ડિપ્લોમાં, બેચલર ડિગ્રી, ગ્રેજ્યુએટ સર્ટીફિકેટ અને ગ્રેજ્યુએટ ડિપ્લોમાંનો સમાવેશ થાય છે.
કોઈ વિદ્યાર્થી ન્યૂઝીલેન્ડના વિઝા મેળવવા ઈચ્છતા હોય તો તેમણે ઓછામાં ઓછા 24 સપ્તાહનો ફુલ-ટાઈમ કોર્સ કરવાનો રહેશે, એટલે કે ઓછામાં ઓછા 6 મહિનાનો અભ્યાસ જરૂરી છે.
ડિપ્લોમાં, સર્ટીફિકેટ કોર્ષ કે વધુમાં વધુ ટેકનિકલ અભ્યાસક્રમ
જે વિદ્યાર્થી ક્વૉલિફિકેશન ધરાવતા હોય તેવા પોસ્ટ-સ્ટડી વિઝા માટે એલિજિબલ માનવામાં આવે છે.વિદ્યાર્થીઓ શોર્ટ ટર્મ કોર્ષ એટલે કે ડિપ્લોમાં, સર્ટીફિકેટ કોર્ષ કે વધુમાં વધુ ટેકનિકલ અભ્યાસક્રમને પસંદ કરી જે-તે ફેકલ્ટીમાં અભ્યાસ પૂરો કરીને ત્યારબાદ ન્યૂઝીલેન્ડમાં નોકરી કરવાનું સપનું સાકાર કરી શકે છે. આ માટે વિદ્યાર્થીને વર્ક વિઝાની ફાળવણી કરવામાં આવતી હોય છે.વિઝા મેળવનાર ન્યૂઝીલેન્ડની કોઈ પણ કંપનીમાં કામ કરવા કોઈ પણ જગ્યાએ જઈને કામ કરવા મુક્ત હોય છે તથા પોતાની એક્સપર્ટીઝ કે કૂશળતાને લગતી સર્વિસિસ પૂરી પાડી સારી એવી કમાણી કરી શકે છે.
