Railway Recruitment:રેલવેમાં કરિયર બનાવવા ઈચ્છતા યુવકો માટે ખુશીના સમાચાર છે કે રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC), નોર્થન રેલવે તરફથી એપ્રેન્ટિસશિપ માટે 4651 જેટલી જગ્યા માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ માટે અરજી કરવાની અંતિમ તારીખ 11 ડિસેમ્બર 2026ના રોજ છે. ઉમેદવારની યોગ્યતાની વાત કરીએ તો ધોરણ-10 IIT પાસ કરેલ યુવકો અરજી કરી શકે છે .
રેલવે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ rrcnr.org પર જઈને યુવકો અરજીની પ્રક્રિયાને પૂરી કરી શકે છે. અલબત આ માટે ઓફલાઈન અથવા તો અન્ય કોઈ પણ પ્રકારથી ફોર્મની સ્વીકૃતિ કરવામાં આવતી નથી.
જે યુવકોએ ધોરણ-10 ITI સાથે પાસ કરેલ હોય તેઓ માટે યોગ્યતા ધરાવે છે. ધોરણ-10માં ઓછામાં ઓછા 50 ટકા સાથે પાસ થયેલ હોવા જોઈએ. તથા ITI સર્ટિફિકેટ મેળવેલ હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછા 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. વિવિધ કેટેગરીમાં રેલવે તરફથી નિયમ પ્રમાણે છૂટછાટ આપવામાં આવે છે. આ રીતે 11 ડિસેમ્બર 2026 પ્રમાણે ઉમરને ધ્યાનમાં લેવામાં આવે છે.
આ માટે તમે અરજી કેવી રીતે કરશો
- સૌથી પહેલા રેલવે એપ્રેન્ટીસશિપ ભર્તી 2026 એપ્લિકેશન ફોર્મ ભરવા માટે rrcnr.org પર અરજી કરવાની રહેશે.
- વેબસાઈટના હોમ પેજ પર ઓનલાઈન અરજી પર એપ્લિકેશન લિંક પર ક્લિક કરવી.
- માહિતી વાંચ્યા બાદ નીચે ટીક કરી ઓનલાઈન એપ્લીકેશન પર ક્લિક કરવી
- માંગવામાં આવેલી વિગતો ભરીને અરજી કરી શકાશે.
- છેલ્લે જો અરજીની ફી જમા કરવી અને ફોર્મ પ્રિન્ટઆઉટ કાઢવી મુશ્કેલ રાખી લેવી.
