MBBS Vacant Seats:દેશમાં મેડિકલ શિક્ષણના વધી રહેલા ખર્ચ અને ખાનગી કોલેજોની વધારે ફીને લીધે મેડિકલ કાઉન્સિલ કમિટી(MCC) દ્વારા યોજવામાં આવેલ સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ બાદ 400થી વધારે MBBS બેઠકો ખાલી છે.
સ્પેશિયલ રાઉન્ડની સીટ મેટ્રિક્સમાં કૂલ 948 વધારાની MBBS બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી ફક્ત 537 બેઠકની ફાળવણી કરી શકાઈ છે, જ્યારે 411 બેઠક ફાળવણી વગર ખાલી છે.
મળતી માહિતી પ્રમાણે કૂલ બેઠકો પૈકી ખાલી બેઠકના 57 ટકા ફાળવણી થઈ છે અને 43 ટકા બેઠક ખાલી છે. સ્વાસ્થ મંત્રાલયના એક અધિકારી પ્રમાણ ગયા વર્ષે ફક્ત 60થી 70 બેઠક ખાલી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ચાર રાઉન્ડના કાઉન્સિલિંગ બાદ પાંચમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, તેમ છતાં 400થી વધારે બેઠક ખાલી રહી ગઈ છે.
આ વખતે ભારતમાં પ્રેક્ટિસ કરવી ફરજિયાત ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE)માં આશરે 80 ટકા વિદેશી મેડકલ સ્નાતક સફળ રહી શક્યા ન હતા. આ પરીક્ષામાં ભાગ લેનારા કૂલ 31,539 અરજદારોમાંથી ફક્ત 9,354 વિદ્યાર્થી સફળ રહ્યા હતા. જ્યારે કૂલ પાસ થનારની ટકાવારી ફક્ત 22.9 ટકા હતી. વિદ્યાર્થી સંગઠને પરીક્ષાની પેટર્ન અને ભલામણ યોગ્ય રીતે લાગુ નહીં થવાથી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યા છે.
નિષ્ણાતોનું માનવું છે કે ખાનગી મેડિકલ કોલેજોની મોટી ફી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે મુશ્કેલીરૂપ બની છે. અગાઉ જે સંસ્થાઓમાં આ ફી રૂપિયા 15 લાખ હતી તે હવે વધીને રૂપિયા 25થી 30 લાખ પ્રતિ વર્ષ પહોંચી ગઈ છે. સરકારી અને પ્રતિષ્ઠિત પ્રાઈવેટ સંસ્થાઓની જગ્યા જલદી ભરાઈ જાય છે ત્યારે વધારે પડતી ફી અને પાયાગત માળખાનો અભાવ ધરાવતી ખાનગી કોલેજોમાં સીટો ખાલી પડી રહે છે.
