WhatsApp Update: મેટા કંપની પોતાના યૂઝર્સ માટે નવા-નવા અપડેટ લાવતી રહે છે. ત્યારે આ વોટ્સએપ (WhatsApp)માં એક નવું ફીચર (New Feature) લોન્ચ કરવામાં આવ્યું છે, જે ઈન્સ્ટાગ્રામ ચેનલ્સની જેમ જ કામ કરે છે. કંપની સીઈઓ માર્ક ઝુકરબર્ગએ જણાવ્યું કે, અમે આજે ગ્લોબલ લેવલ પર વોટ્સએપ ચેનન શરૂ કરી રહ્યા છે અને હજારો નવા ચેનલને જોડી રહ્યા છે અને જેમને લોકો વોટ્સએપ પર ફોલો કરી શકે છે. તમે નવા 'અપડેટ' ટેબમાં ચેનલ મેળવી શકો છો.
આ ચેનલ ફીચર આવતા અઠવાડિયે ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ આવનારા મહિનાઓમાં કોઈ પણ ચેનલ બનાવી શકશે.

નવા ટેબમાં આવશે ચેનલ
- કંપની અપડેટ નામના એક નવા ટેબમાં ચેનલ રજૂ કરશે, જ્યાં યૂઝર સ્ટેટસ અને ચેનલને સરળતાથી સર્ચ કરી શકે છે, જેમને તેઓ ફોલો કરે છે. આ ખાસ ટેબ ફેમિલી, મિત્રો અને કમ્યુનિટીની સાથે ચેટ કરવા માટે ફીચરથી અલગ છે.
- માર્ક ઝુકરબર્ગે પોતાનું વોટ્સએપ ચેનલ પણ લોન્ચ કર્યું છે. આ સાથે જ કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમ, અક્ષય કુમાર, કેટરીના કૈફ, વિજય દેવરાકોંડા જેવા સેલિબ્રેટ સાથે કોલેબરેટ કર્યું છે, જેઓ પોતાનું વોટ્સએપ ચેનલ કરશે.
- આ સિવાય કંપની પોતાનું પણ ચેનલ લોન્ચ કરશે, જ્યાં વોટ્સએપ દ્વારા બનાવવામાં આવી રહેલ પ્રોડક્ટનું અપડેટ આપવામાં આવશે.
- આ ફીચરમાં સિક્યોરિટીની વાત કરીએ તો, ચેનલ એડમિનનો ફોન નંબર અને પ્રોફાઈલ ફોટો ફોલોઅર્સને નહીં દેખાય. જે ચેનલને યૂઝર ફોલો કરી રહ્યો છે, તે ચેનલમાં એડમિન અને અન્ય ફોલોઅર્સ સાથે નંબર શેર કરવું આવશ્યક નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.